fbpx
અમરેલી

“ સુજલામ સુફલામ જળ અભિયાન “ અંતર્ગત ખેડૂતો ને ડેમ, ચેક ડેમતળાવ, માંથી માટી ઉપાડવા જરૂરી મંજુરી ને આચારસંહિતામાંથી દુર કરો – હિરેન હિરપરા

દર વર્ષે આ સમયગાળા દરમ્યાન સરકાર શ્રી તરફ થી ” સુજલામ સુફલામ જળ અભિયાન “ અંતર્ગત ખેડૂતો ને ડેમ, ચેક ડેમતળાવ, માંથી માટી ઉપાડવા જરૂરી મંજુરી આપવા નર્મદા, જળસંપતિ,પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ द्वारा आपवामां आवे छे आ वर्षे ठराव मांड NWRWSKD/MSM/e-file/13/2023/0051/section K3 dl. 2024/03/01 થી આ કામ માટે મંજુરી આપેલ છે પરંતુ લોકસભાની ચૂંટણી અન્વયે આદર્શ આચારસંહિતા અમલી થઈ ગયેલ હોય કલેકટરશ્રી કક્ષા થી હાલમાં આવી કોઈપણ મંજુરી આપવામાં આવતી નથી. જેથી જિલ્લા ભરના ખેડૂતોને ડેમ, ચેક ડેમતળાવ, માંથી માટી ઉપાડી શકતા નથી. માટી ન ઉપાડવાથી ડેમ, ચેક ડેમ, અને તળાવ ઊંડા ઉતારી શકતા નથી જેનાથી વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકતો નથી. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જળ સંચય બાબતે ભગીરથ પ્રયત્નો થઇ રહ્યા છે.

ગ્રામ્યકક્ષાએ ખેડૂને તો ચુંટણીલક્ષી કે આદર્શ આચારસંહિતા બાબતે જાણકારી કે જાગૃતિ ન હોય તેમને આ બાબતે જાણકારી કે યોગ્ય માર્ગદર્શન ન હોવા ને લીધે ચૂંટણી જાહેર થયા પહેલા ખેડૂતો જરુરી મંજુરીઓ મેળવી શક્યા નથી.ડેમ, ચેક ડેમતળાવ, માંથી માટી ઉપાડવાના કામો ખેડૂતો અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. જળ છે તો જીવન છે,જળ છે તો ખેતી છે. ડેમ, ચેક ડેમતળાવ, માંથી માટી ઉપાડવા નાં કામોને ચુંટણી આચારસંહિતા માંથી દુર કરી સત્વરે ખેડૂતો ને મંજુરી મળે તેવી દરેક જિલ્લા કલેકટરશ્રીઓને જરૂરી સૂચના આપવા રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ ભા.જ.૫ નાં પ્રમુખ શ્રી સી.આર.પાટીલ સાહેબ રાજ્યના મુખ્ય સચિવ શ્રી અને રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનરશ્રી ને પ્રદેશ કિસાન મોરચા ના મહામંત્રીશ્રી હિરેન હિરપરા દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/