fbpx
અમરેલી

ચૂંટણી પ્રચાર માટેના વાહનો રજીસ્ટર કરાવવા

લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ જાહેર થતાં જિલ્લામાં તા.૦૭ મે, ૨૦૨૪ના રોજ મતદાન અને મત ગણતરી તા. ૦૪ જુન, ૨૦૨૪ના રોજ થશે. ચૂંટણીપ્રચાર અભિયાનરુપે રાજકીય, બિનરાજકીય પક્ષના કાર્યકરો અને ચૂંટણી ઉમેદવારો તરફથી પોતપોતાના મત વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર ઝુંબેશ શરુ કરવામાં આવે છે. પ્રચારના હેતુ માટે તેઓ દ્વારા કે તેઓની સહમતિથી બીજા કોઇ વ્યક્તિ દ્વારા પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે આવા વાહનો પર દેખરેખ રાખવા અને ઉમેદવારોના પ્રચાર માટે વપરાતા વાહનોના સંબંધમાં થતો ખર્ચ યોગ્ય રીતે જાહેર થાય તે હેતુથી અને જો આમ ન કરવામાં આવે તો તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવારો તથા જનસામાન્ય તરફથી સાચી-ખોટી ફરિયાદો ઉપસ્થિત થવા અને એકબીજા જૂથો વચ્ચે મનદુઃખ અને ઘર્ષણ થવાની સંભાવના તેમજ સુલેહ-શાંતિનો ભંગ થવા સંભવ રહે છે.

        અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની (૧૯૭૪નો બીજો અધિનિયમ) કલમ-૧૪૪ અન્વયે જાહેરનામુ ફરમાવવામાં આવ્યું છે. કોઇપણ રાજકીય પક્ષો કે બિનરાજકીય પક્ષો તેમના ઉમેદવારો કે તેની સહમતિથી બીજા કોઇ વ્યક્તિ દ્વારા ચૂંટણી પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરવામાં આવે તેવા તમામ વાહનો લોકસભાના ચૂંટણી ઉમેદવારે તેમના વાહનો વિધાનસભા મતદાર વિભાગ પાસે રજિસ્ટર કરાવી પરમીટ લેવાની રહેશે.

ઉમેદવારે તેમના ચૂંટણી અધિકારીશ્રી/મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી પાસે આવા વાહનો રજીસ્ટર કરાવવાના રહેશે. રજિસ્ટર કરવામાં આવેલી વાહનની પરમીટ તેમના પાસેથી મેળવી, અસલ પરમીટ જ વાહનની ઉપર સહેલાઇથી દેખાઇ આવે તે રીતે વિન્ડ સ્ક્રીન પર ચોંટાડવાની રહેશે. કોઇપણ સંજોગોમાં પરમીટની ફોટોકોપી ચાલશે નહિ. ઉપરાંત પરમીટ મેળવ્યા સિવાય અને વાહન રજીસ્ટવર કરાવ્યા સિવાય કોઇપણ વાહનોનો ચૂંટણીપ્રચાર માટે ઉપયોગ કરી શકાશે નહિ. આ નિયંત્રણો યાંત્રિક શક્તિ કે અન્યો રીતે ચાલતા તમામ વાહનોને લાગુ પડશે.

ચૂંટણી પ્રચારમાં ઉપયોગમાં લેનાર વાહનમાં જો વધારાની એસસરીઝ ફીટ કરાવાવમાં આવી હશે તો તેના માટે આર.ટી.ઓ.ની મંજૂરી રજૂ લેવાની રહેશે.  કેન્દ્ર કે રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ વગેરે ચૂંટણી પ્રચાર કાર્ય અર્થે ચૂંટણીને સંબંધકર્તા બાબતો અંગે કોઈપણ જાતની મુસાફરીમાં સરકારી વાહનોનો બિલકુલ ઉપયોગ કરી શકશે નહીં.  આવા વાહનોમાં હેલિકોપ્ટર, એરક્રાફ્ટ,  કાર, જીપ, ઓટોમોબાઈલ બોટ વગેરેનો સમાવેશ થાય છે.

       સરકારી વાહનો ઉપરાંત રાજ્ય સરકારના સાહસો, સંયુક્ત સાહસો, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, નિગમો, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, ખરીદ-વેચાણ સંઘો, મહાસંઘો, સહકારી સોસાયટીઓ, જિલ્લા તાલુકા પંચાયતો તેમજ જાહેરનાણાનો હિસ્સો હોય તેવી કોઈ પણ સંસ્થાઓના વાહનોનો ચૂંટણી પ્રચારમાં બિલકુલ ઉપયોગ કરી શકાશે નહીં.

ઉમેદવારે ચૂંટણી અધિકારી પાસે ઉમેદવારી ફોર્મ ભરવા આવતી વખતે ચૂંટણી અધિકારીશ્રી તથા મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીની કચેરીની ૧૦૦ મીટરની ત્રિજયામાં વધુમાં વધુ ત્રણ વાહનો લાવી શકશે તથા ચૂંટણી અધિકારીશ્રી તથા મદદનીશચૂંટણી અધિકારીશ્રીના રૂમમાં ઉમેદવારી ફોર્મ ભરવા જતી વખતે ઉમેદવાર સહિત અન્ય ચાર એમ વધુમાં વધુ પાંચ વ્યકિતઓએ જ પ્રવેશવાનું રહેશે.

       ભારતીય ચૂંટણી આયોગના આદેશ મુજબ કોઇપણ સંજોગોમાં રાજકીય પક્ષ કે ઉમેદવાર કે ચૂંટણી એજન્ટ ચૂંટણીના પ્રચાર માટે કાફલામાં ૧૦ થી વધુ વાહનો એકી સાથે લઇ જઈ શકશે નહી તેવું ઠરાવવામાં આવ્યું છે. ચૂંટણી આયોગના આદેશની અમલવારી કરવા આ જિલ્લામાં આવેલ તમામ રાજકીય પક્ષો, ઉમેદવારો અને તેમના ચૂંટણી એજન્ટોને ફરમાવવામાં આવે છે કે ચૂંટણીના પ્રચાર માટે જતા કાફલામાં એક સાથે ૧૦ થી વધુ વાહનો લઇ જઇ શકાશે નહી.

ચૂંટણી પ્રચાર માટે ઉપયોગમાં લેવામાં આવનાર વાહનો બે, ત્રણ અને ચાર વ્હીલવાળા રહેશે. ચાર વ્હીલવાળા વાહનોમાં ડ્રાઇવર સહિત વધુમાં વધુ પાંચ વ્યકિતઓથી વધુ બેસી શકશે નહીં. રાજકીય પક્ષો, ઉમેદવારે આ અંગે કરવામાં આવેલા ખર્ચની વિગતો, ખર્ચ રજીસ્ટરમાં નોંધવાની રહેશે. હુકમનો અમલ સમગ્ર અમરેલી જિલ્લામાં તા.૦૫-૦૫-૨૦૨૪ સુધી કરવાનો રહેશે. હુકમનું ઉલ્લંઘન કરનાર કે ઉલ્લંઘન માટે મદદ કરનાર શખ્સો ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ સજાપાત્ર થશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/