fbpx
અમરેલી

લોકસભાની ચૂંટણીમાં બોન્ડ કરશે ભાજપને ક્લિન બોલ્ડ-ન્તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ભ્રષ્ટાચારની પર્યાય બની ગઈ છે, કેન્દ્રની ભાજપ સરકારમાં રોજ દિવસ ઉગેને નવું કૌભાંડ બહાર આવે છે, ભારત દેશના ઇતિહાસમાં સૌથી વધુ કૌભાંડો ભાજપની નરેન્દ્ર મોદી સરકારમાં થયા છે, નરેન્દ્ર મોદી સરકારમાં જ કરોડો રૂપિયાના કોલસા કૌભાંડમાં ભાજપના નેતાઓના હાથ કાળા થયેલા છે, મોદી સરકારમાં કરોડો રૂપિયાની જમીન કૌભાંડમાં પણ ભાજપના નેતાઓ જ સંકળાયેલા છે, કરોડો રૂપિયાનું મનરેગા કૌભાંડ આચરીને મોદી સરકારે ગરીબોના મોઢાનો કોળિયો છીનવવાનું કામ કર્યું છે, મોદી સરકારે આવાસ યોજનામાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચરીને ગરીબ લોકોનું સપનાનું ઘર છીનવવાનું કામ કર્યું છે, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કૌભાંડ કરવામાં ભારત દેશના ખેડૂતોને પણ છોડ્યા નથી,

ખેડૂતોના હકનો કરોડો રૂપિયાનો પાક વીમો ખેડૂતોને મોદી સરકારે આપ્યો નથી અને તેમાં પણ કરોડો રૂપિયાનું કૌભાંડ આ ભાજપની સરકારે આચરેલ છે, મોદી સરકારમાં મહાકાય જીએસટી કૌભાંડ આચરીને ભારત દેશના વેપારીઓની કમર તોડવાનું કામ કર્યું છે, મોદી સરકારમાં જીએસપીસી કૌભાંડ 18,000 કરોડનું થયેલું છે, મોદી સરકારમાં શૌચાલય કૌભાંડ પણ કરોડો રૂપિયાનું થયેલ છે, નરેન્દ્ર મોદીની સરકારે નોટબંધી વખતે સમગ્ર ભારત દેશના નાગરિકોને લાઈનમાં રાખીને સૌથી મોટું 4 લાખ કરોડ રૂપિયાનું કૌભાંડ આ ભાજપની સરકારમાં થયેલ છે, સંરક્ષણની વાતો કરતી મોદી સરકાર કૌભાંડ કરવામાં સંરક્ષણ ક્ષેત્રને પણ બાકાત રાખ્યું નથી,

મોદી સરકારમાં સંરક્ષણ ક્ષેત્રે મસ મોટુ કરોડો રૂપિયાનું રાફેલ કૌભાંડ આચરીને દેશની સુરક્ષા સાથે છેડછાડ કરવાનું કામ ભાજપની સરકારે કર્યું છે, ભારત દેશ ઉપર જ્યારે કોરોના રૂપી આફત આવી ત્યારે નરેન્દ્ર મોદીએ આફતને અવસરમાં બદલીને કરોડો રૂપિયાનું કોરોના કૌભાંડ આચરેલું છે, કોરોના જેવી ખતરનાક મહામારી સામે લડવા માટે નરેન્દ્ર મોદીએ દેશના લોકોને આર્થિક મદદ માટે હાકલ કરી હતી, ત્યારે ભારત દેશના લોકોએ દેશપ્રેમ બતાવીને લાખો કરોડો રૂપિયાનું દાન ભારત સરકારને આપેલું હતું, જેને નરેન્દ્ર મોદીએ પ્રાઇવેટ પીએમ કેર ફંડ બનાવીને સમગ્ર કરોડો રૂપિયા તેમાં નાખીને અબજો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું છે, અને છેલ્લે ઇલેક્ટ્રોરલ બોન્ડના માધ્યમથી લાખો કરોડો રૂપિયાનું કૌભાંડ નરેન્દ્ર મોદીની સરકારે કર્યું છે, અને તેથી જ 2024 ની લોકસભાની ચૂંટણીમાં બોન્ડ ભાજપ પક્ષને ક્લીન બોલ્ડ કરશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/