fbpx
અમરેલી

સાવરકુંડલાના આંબરડી ગામના ખેતરમાં ચાર બચ્ચા સાથે સિંહણ આવી ચડતા ફફડાટસવાર સવારમાં ખેતરે જઈ રહેલ ખેડૂતો અને ખેત મજુરો સિંહણ જોઈ ગામ તરફ ભણી ગયા

સિંહોનું સામ્રાજ્ય ગણાતા અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં સિંહોની આંટા ફેરા વધતા ખેડૂતોમાં ભય વ્યાપી ગયો છે.આજે સવાર સવાર માં જ સાવરકુંડલાના આંબરડી ગામ નજીક આવેલ એક ખેતરમાં એક સિંહણ ચાર બચ્ચા સાથે ખેતરમાં ચક્કર લગાવતી જોવા મળી હતી.ખેડૂત સાથે ખેત મજુર ખેતી કામ અર્થે વાડીએ પહોંચ્યા. વાડીમાં ચાર બચ્ચા સાથે સિંહણ આંટા ફેરા કરતા નજરે પડતા ખેડૂતો અને ખેત મજૂરો ઘર તરફ પરત આવી ગયા હતા.નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી સિંહણે ચાર બચ્ચા સાથે આંબરડી ગામ નજીક રેવન્યુ વિસ્તારમાં પોતાનું આશ્રય સ્થાન બનાવી લીધું છે. અવારનવાર દિવસે કાંતો રાત્રિના સમયે સિંહણ સામે આવી જતી હોય છે, સિંહણ સાથે ચાર બચ્ચા હોવાથી ખેતી કામ કરવા જતાં ખેડૂતો અને મજૂરો બીક ના માર્યા કામ પડતું મૂકી ગામ તરફ ભણી જાય છે. વન વિભાગ દ્વારા સાવરકુંડલાના આંબરડી, ખોડીયાણા, બગોયા, નવી આંબરડી, જાબાળ, કૃષ્ણગઢ સહિત વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કરે તેવી ગ્રામ્ય વિસ્તારના લોકોમાં માંગ ઉઠી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/