fbpx
અમરેલી

શ્રીમતી વી. ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ સાવરકુંડલામાં ટી.વાય.બી.એ.નો વિદાય સમારંભ યોજાયો

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં પ્રિન્સિપાલ ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ વિદાય સમારંભ યોજાયો હતો.સાથે સાથે વર્ષ  દરમ્યાન વિવિધ વિષય વર્તુળ અંતર્ગત યોજાયેલ સ્પર્ધાઓના વિજેતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.વિદાય પ્રસંગે સેમેસ્ટર -૨ માંથી ટાપણિયા હિરલ તેમજ સેમેસ્ટર -૪ માંથી મેવાડા મૈત્રી અને વાઘેલા હેતલએ પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. જ્યારે સેમેસ્ટર -૬ માંથી કૃશાલી સોજીત્રા, ચૌહાણ જાનવી અને વાઘમશી પ્રજ્ઞાએ ત્રણ વર્ષના સંસ્મરણોને વાગોળતા કોલેજના અધ્યાપકો દ્વારા પોતાના વ્યક્તિત્વના ઘડતર માટે આપેલ યોગદાનને બિરદાવી કોલેજના સોનેરી દિવસો જીવનભર સંસ્મરણમાં રાખી આગળ વધતા રહીશું એવો સંકલ્પ લીધો હતો.

હિન્દી વિભાગના પ્રા. ડો.કે.પી. વાળાએ વિદ્યાર્થિનીઓને સંબોધતા કહ્યું હતું કે વિદ્યાર્થીનીઓને જો મહેનતની આદત પડી જાય તો સફળતા તમારું ભાગ્ય બની જશે. એટલા માટે સફળતા માટે મહેનત સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.સંસ્કૃત વિભાગના અધ્યક્ષ પ્રતિમાબેન શુક્લએ પોતાના વક્તવ્યમાં કહ્યું કે આપ સૌ જીવનમાં સફળતાના ઉચ્ચ શિખર સર કરી પોતાનું, પરિવારનું અને કોલેજનું નામ રોશન કરશો એવી આશા વ્યક્ત વ્યક્ત કરી હતી.કોલેજના પ્રિન્સિપાલ ચાવડા સાહેબે પ્રાસંગિક ઉદ્દબોધનમાં વિદ્યાર્થીનીઓને કહ્યું કે શિક્ષણ ક્ષેત્રમા હજુ તમારે ઉંચી ઉડાન ભરવાની બાકી છે. શિક્ષણ થકી જ તમે તમારા જીવનને ઉજ્જવળ કરી શકશો.માટે હજુ આગળ ઉચ્ચ અભ્યાસ ચાલુ રાખી શ્રેષ્ઠ કારકિર્દી બનાવવા પ્રયત્ન કરતા રહેવા જણાવ્યું હતુ. વિદાયલઈ રહેલી ટી.વાય.બી.એ.ની વિદ્યાર્થીનીઓને નુતન કેળવણી મંડળના પ્રમુખ,ઉપપ્રમુખ,મેનેજીંગ ટ્રસ્ટી,વિભાગીય ટ્રસ્ટી અને ટ્રસ્ટીશ્રીઓ શુભકામનાઓ પાઠવેછે.

કાર્યક્રમના ઉદ્દઘોષક તરીકે હેતલ વાઘેલા અને કેવલ નગવાડિયાએ ભૂમિકા નિભાવી હતી. કાર્યક્રમનું સંચાલન પ્રા. કે.બી.પટેલ અને પ્રા. કે.પી. વાળાએ કર્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન ડો. રૂકસાનાબેન કુરેશી કર્યું હતું. આભાર વિધિ પ્રા.કે.બી.પટેલે કરી હતી.કાર્યક્રમને સફળ બનાવવા  પ્રિન્સીપાલશ્રી  ચાવડા સાહેબ તથા સમગ્ર સ્ટાફ પરિવારે જહેમત ઊઠાવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/