fbpx
અમરેલી

શ્રી કે.કે હાઈસ્કૂલ,સાવરકુંડલાના એનએસએસ યુનિટ દ્વારા “ખાસ વાર્ષિક શિબિર” નો યોજાયો ઉદઘાટન સમારોહ.

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી કે.કે હાઇસ્કુલ સાવર કુંડલા તથા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અમરેલીના એનએસએસ વિભાગના સંયુક્ત ઉપક્રમે શ્રી બોઘરીયાણી ખોડીયાર માતાજીની નિશ્રામાં ધજડી પરા ગામમાં તારીખ ૨૧-૩-૨૪ થી ૨૭-૩-૨૪ સુધી “ખાસ વાર્ષિક શિબિર” નો ઉદઘાટન સમારંભ યોજાયો. શ્રી બોઘરીયાણી ખોડીયાર માતાજીના મહંત શ્રી જયેશ ગીરીબાપુ ના અધ્યક્ષ સ્થાને આ ઉદઘાટન સમારોહનો પ્રારંભ થયો. મુખ્ય મહેમાન તરીકે શ્રી નૂતન કેળવણી મંડળના મેનેજિંગ ટ્રસ્ટી જયંતીભાઈ વાટલીયા સાહેબ, ટ્રસ્ટી કનુભાઈ ગેડિયા સાહેબ, શ્રી બોઘરીયાણી ખોડીયાર માતાજી સેવા ટ્રસ્ટના પ્રમુખ  ગુણવંતભાઈ ત્રિવેદી ,ધજડી ગ્રામ પંચાયતના પ્રમુખ  જયેશભાઈ ધડુક,ઉપસરપંચ  જયેશભાઈ રાદડિયા,ધજડીપરા પ્રાથમિક શાળાના આચાર્ય  ભીખુભાઈ આજગ્યા સાહેબ તથા અન્ય ધજડી ગામના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત મહંતશ્રી તથા મુખ્ય મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી તથા શાળાના પ્રિન્સીપાલ ચેતનકુમાર ગુજરીયાએ પુષ્પરૂપી શબ્દો દ્વારા તથા શાળા પરિવારે ઉપસ્થિત મહેમાનોને પુષ્પગુચ્છથી આવકારવામાં આવ્યા હતા. ધજડીપરા પ્રાથમિક શાળાની બહેનો દ્વારા સુંદર મજાનું સ્વાગત ગીત તથા દેશભક્તિ ગીત રજૂ કરવામાં આવ્યું.શ્રી કે.કે હાઇસ્કુનલના શિક્ષિકા બહેનો અને વિદ્યાર્થી બહેનો દ્વારા સુંદર મજાનું પ્રાર્થના ગીત અને ભાવગીત રજૂ કરવામાં આવ્યું.

પ્રાસંગિક ઉદબોધનમાં મહેમાનોશ્રીઓ દ્વારા એનએસએસની ખાસ શિબિરમાં વિદ્યાર્થીઓ દ્વારા થતી પ્રવૃત્તિઓ વિશે સમજાવવામાં આવ્યું તથા વિદ્યાર્થીઓમાં સેવાભાવના,ગ્રામ સફાઈ ,શિસ્ત ,નિયમિતતા તથા ચારિત્ર ઘડતર થાય એ બાબત ઉપર મનનીય વક્તવ્ય આપવામાં આવ્યું. તેમજ અધ્યક્ષ તરીકે નિમાયેલા મહંતશ્રી જયેશગીરી બાપુએ આશીર્વચનમાં સૌને ખૂબ ખૂબ અભિનંદન સાથે આ પવિત્ર જગ્યાનો ઉપયોગ આવી પ્રવૃત્તિઓ માટે થાય એ માટે પોતાનો આનંદ વ્યક્ત કર્યો. કાર્યક્રમનું સફળ સંચાલન અને આભાર વિધિ એન.એસ.એસ યુનિટના પ્રોગ્રામ ઓફિસર  વર્ષાબેન પટેલે ખૂબ જ સરસ રીતે કરી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં પ્રોગ્રામ ઓફિસર વર્ષાબેન પટેલ તથા કેમ્પ કો-ઓર્ડીનેટર આપાભાઈ માંજરીયા તથા જયંતીભાઈ પટેલ,જાગૃતભાઈ દવે, રીનાબેન નાગર, કોમલબેન મકવાણા, ભૂમિકાબેન ઢગલ, હેતલબેન કાચા, શિલ્પાબેન બાલધિયા,સલીમભાઈ તથા કિશોરભાઈ બોડલા તથા સમગ્ર શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.કાર્યક્રમને અંતે પ્રસાદ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.શાળાના પ્રિન્સિપાલ  ચેતનકુમાર ગુજરીયા તથા નૂતન કેળવણી મંડળના પ્રમુખ ચંદ્રિકાબેન ઘેલાણી તથા મેનેજીંગ ટ્રસ્ટી  જેન્તીભાઈ વાટલીયા તથા સમગ્ર ટ્રસ્ટીગણે સૌને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/