fbpx
અમરેલી

અમરેલી લોકસભામાં સતત ત્રણ ટર્મથી ચુટાઈને અમરેલીની જનતાની સેવા કરતાં નારણભાઈ કાછડીયાનું પત્તું કેમ કપાયું?? રાજકીય પંડિતોમાં ટોક ઓફ ધ ટાઉન ચર્ચા . 

ખેતી કરી તેમજ હિરા વ્યવસાય સાથે સંકળાયેલા સાથે સાથે જીલ્લા પંચાયત થી રાજકીય કારકિર્દી શરૂ કરી. એક સમયે જેનો સાવરકુડલામાં ડંકો વાગતો  વિરજીભાઈ જીરાવાળાની સામે જીલ્લા પંચાયત જીત્યા. પછી જીલ્લા પંચાયતના પ્રમુખ બન્યા તેમની કામગીરીની નોંધ કોંગ્રેસની સરકાર દ્વારા લેવામાં આવી અને અમરેલી જિલ્લા પંચાયતને દેશમાં શ્રેષ્ઠ જીલ્લા પંચાયતનો એવોર્ડ મળ્યો..તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નોંધ લય ને અમરેલી લોકસભામાં ઉમેદવાર નારણભાઈ કાછડીયાને બનાવ્યા અને જંગી લીડથી જીત્યા.પોતાની ધગશ અને લોકોની વેદનાને વાચા આપવામાં પાછી પાની નથી કરી.ગમે તે સમયે ફોન કરો ફોન ઉપાડી કામ કરે એ નારણભાઈ કાછડીયા. સ્વભાવે થોડા કડક પણ કાર્યકર એ એનો ભગવાન તેવો સિધ્ધાંત..ભાજપના નાના  કાર્યકર્તા માટે પણ અડધી રાતનો હોંકારો..

સતત ત્રણ ટર્મ સુધી લોકોના કામ કર્યા પછી અમરેલીના ભાજપના કાર્યકર્તા હોય કે કોંગ્રેસના કામ કરે અને કામ પુરુ થયા પછી પણ પુછે સંતોષ ને ભાઈ.  નારણભાઈનો પોતાના ક્ષેત્રનો પ્રવાસ પણ વધારે અને લોકસભામાં ગુજરાતના સૌથી વધારે પ્રશ્ર્નો પુછવામાં પણ અવ્વલ નંબરે. અને હા ૨૦૧૯ મા અમરેલી લોકસભાની ચુંટણીમાં એકબાજુ પાટીદાર આંદોલન અને અમરેલી જીલ્લાની તમામ પાંચેય વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય અને જિલ્લા પંચાયત પણ કોંગ્રેસના હાથમાં, તાલુકા પંચાયત અને નગરપાલિકા પણ કોંગ્રેસના હાથમાં. છતાં મજબૂત મક્કમ ઈરાદા અને કાર્યકર્તાઓના સથવારે લોકસભામાં ભવ્યાતિભવ્ય વિજય મેળવી નરેન્દ્રભાઈ મોદીના વિશ્ર્વાસને યોગ્ય ઠેરવ્યો. ૨૦૨૨ ની ધારાસભાની ચૂંટણીમા અમરેલીની પાંચેય બેઠકો જીતાડવામા મહત્વની ભૂમિકા  ભજવેલ લોકસભામાં ૨૦૨૪માં ભારતીય જનતા પાર્ટી દ્વારા ક્યાં કારણોસર નારણભાઈ કાછડીયાની ટીકીટ કપાઈ એ પણ અમરેલીની જનતા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં આશ્ર્ચર્ય સાથે નારાજગી સાથે જોવા મળી.

જો કે પાર્ટીની પોતાની પણ એક ચોક્કસ પધ્ધતિ હોય શકે. વળી સામે પક્ષે કોંગ્રેસ દ્વારા લોકસભાના જાહેર થયેલ ઉમેદવાર જેનીબેન ઠુંમર ખૂબ જ પ્રશિક્ષિત અને રાજકીય ક્ષેત્રે ગજબની  કૂનેહ સાથે કેળવાયેલા મહિલા ઉમેદવાર છે… જો કે ભાજપની એક અનોખી પધ્ધતિ છે. અને ભાજપે અનેક નવા પ્રયોગો કરીને રાજકીય પંડિતોને પણ ચોંકાવી દીધા છે એ વાત પણ અહીં નોંધનીય છે. આવતાં દિવસોમાં હવે અમરેલી જિલ્લામાં ચૂંટણીનો માહોલ કેવો રહેશે એ તો રામ જાણે..?? પરંતુ વર્ષોથી ટિકિટ આપવામાં ભાજપ હમેશા અનોખી સ્ટાઈલ અપનાવતી હોય આગળનો જવાબ તો આવનાર સમયમાં જનતા જનાર્દન જ આપી શકે…જો કે ભાજપ હમેશા જીતી શકે તેવા જ ઉમેદવારની પસંદગી કરે છે…

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/