fbpx
અમરેલી

અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને ‘યુથ વોટર ફેસ્ટિવલ’ યોજાયો

સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસીપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત અમરેલી જિલ્લામાં યુવાન મતદારો અને પ્રથમ વખત મતદાન કરનારા મતદારોમાં મતદાન અંગેની જાગૃત્તિ પ્રસરાવવાના હેતુથી અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અમરેલી સ્થિત મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી- અને જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને તેમજ ખર્ચ નોડલ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘યુથ વોટર ફેસ્ટિવલ’ યોજાયો હતો.

       અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાએ, અમરેલી જિલ્લા ચૂંટણી તંત્રની કામગીરી તેમજ મતદાન પ્રક્રિયા પૂર્વ તંત્ર દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરી અંગે વિદ્યાર્થીઓને વિગતો સાથે માર્ગદર્શન આપ્યુ હતુ. ચૂંટણી જાહેર થતાંની સાથે આદર્શ આચાર સંહિતા અમલી બને છે અને કેટલીક બાબતો પ્રતિબંધિત હોય છે.  આ દરમિયાન કોઈ પણ નાગરિકને ચૂંટણી અંગે કે ઉમેદવાર કે આદર્શ આચાર સંહિતના ભંગ અંગે ફરિયાદ કરવી હોય તો CVIGIL એપ પર ફરિયાદ કરી શકે છે, જિલ્લા ચૂંટણી તંત્રની ટીમ ૧૦૦ મિનિટમાં સ્થળ પર આવી અને ફરિયાદનો નિકાલ કરશે.  આ ઉપરાંત મતદાન, મતદાર કાર્ડ કે અન્ય કોઈ પણ બાબતની પૂછપરછ કે માહિતી માટે નાગરિકો ટોલ ફ્રી નંબર ૧૯૫૦ પર પણ ફોન કરી અને જિલ્લા કંટ્રોલ રુમમાંથી માહિતી મેળવી શકે છે.

           તેમણે ઉમેર્યુ કે, મતદાર યાદીમાં નામ હોય તો મતદારોને ચૂંટણી કાર્ડ સિવાય, ડ્રાઈવીંગ લાયસન્સ સહિતના અન્ય દસ્તાવેજો લઇ જઇને પણ મતદાન કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. તેમણે યુવાનોને મતદાન જાગૃત્તિના એમ્બેસેડર બની વધુમાં વધુ મતદાન થાય તેના માટે પ્રવૃત્તિઓ હાથ ધરવા અનુરોધ કર્યો હતો.  માત્ર આ જ નહિ પરંતુ ભવિષ્યમાં યોજાનાર દરેક ચૂંટણીમાં મતદાન કરી મતદાર તરીકેને ફરજ નિભાવવા તેમણે યુવા મતદારોને સૂચન કર્યુ હતું.

           અમરેલી જિલ્લામાં મતદાનની ટકાવારી વધે અને મતદારો ઉત્સાહપૂર્વક મતદાન પ્રક્રિયાનો ભાગ બને તે માટે યોજાયેલા આ જાગૃત્તિ કાર્યક્રમમાં ખર્ચ નોડલ અને અમરેલી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યાએ SVEEP અને TIP અંતર્ગત ૧૪-અમરેલી લોકસભા મતવિસ્તારમાં યોજાઈ રહેલી પ્રવૃત્તિઓ અંગેની વિગતો આપી હતી. તેમણે કહ્યુ કે, ગત લોકસભાની ચૂંટણીમાં અમરેલી જિલ્લામાં ઘણા બુથ પર પુરુષ મતદારો કરતાં મહિલા મતદારોનું મતદાન ઓછું હતું. કેટલાક બુથ પર ૫૦ ટકાથી ઓછું મતદાન હતું ત્યારે આ લોકસભાની ચૂંટણીમાં દરેક બુથ પર મહિલા-પુરુષના મતદારોનું મતદાન સમાન ટકાવારીમાં થાય અને તમામ બુથ પર ૫૦ ટકા કરતાં વધુ મતદાન થાય તેમજ અમરેલી જિલ્લામાં ગત ચૂંટણીમાં થયેલા મતદાન કરતા આ ચૂંટણીમાં અમરેલી જિલ્લાનું મતદાન વધે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. યુવાનોએ પોતાની ફરજ અદા કરી અને પરિવાર, મિત્રો અને પરિચિત સહિતનાઓને પણ મતદાનનું મહત્વ સમજાવી મતદાન કરવા અંગે જાગૃત્ત કરવા જોઈએ.

ચૂંટણી પંચ દ્વારા મતદાન જાગૃત્તિ અંગે તૈયાર કરવામાં આવેલી ફિલ્મો પણ આ કાર્યક્રમમાં  દર્શાવવામાં આવી હતી. જિલ્લા કલેકટરશ્રી સહિતના મહાનુભાવો અને યુવા મતદારોએ મતદાન માટેના શપથ  લીધા હત. આ તકે મતદાન જાગૃત્તિ સિગ્નેચર કેમ્પેઈન પણ યોજાયું હતું.

            કાર્યક્રમના પ્રારંભે અમરેલી શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનિઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. યુવા મતદાર ઓમ પાઠક અને અમિષા પટેલીયાએ યુવા મતદારોને મતદાન જાગૃત્તિ અંગેના તેમના વિચારો વ્યક્ત કર્યા હતા.

         આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સક્સેના, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી કોટક,  SVEEP નોડલ -વ- જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ગોહિલ, મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી અને અમરેલી વડીયા કુંકાવાવ પ્રાંત અધિકારીશ્રી નાકીયા, આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ધારાબેન સહિત જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીશ્રીઓ, મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ, યુવાન મતદારો ઉપસ્થિત રહ્યા હતા.

નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી કોટકે આભારદર્શન કર્યુ હતુ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી પ્રકાશભાઈ જોશીએ કર્યુ હતુ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/