fbpx
અમરેલી

RTE પ્રવેશ પ્રક્રિયા (વર્ષ ૨૦૨૪-૨૫) અંતર્ગત પ્રવેશ મેળવવા વેબપોર્ટલ પર ઓનલાઇન અરજી હવે તા.૩૦ માર્ચ સુધી કરી શકાશે 

RTE પ્રવેશ પ્રક્રિયા (વર્ષ ૨૦૨૪-૨૫) અંતર્ગત પ્રવેશ મેળવવા માંગતા હોય તેવા ઇચ્છુક અરજદારશ્રીઓએ ઓનલાઈન અરજી કરવાની રહે છે તે અરજી કરવાની નિયત સમયમર્યાદામાં તા.૩૦ માર્ચ, ૨૦૨૪ સુધી વધારો કરવામાં આવ્યો છે. નબળા અને વંચિત જૂથનાં બાળકોને બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫નાં જૂન માસથી શરુ થતાં નવા સત્ર અન્વયે ધોરણ-૧માં વિનામુલ્યે પ્રવેશ મળી શકે તે માટે RTE ACT-2009ની કલમ ૧૨.૧ (સી) હેઠળની કાર્યવાહી અંતર્ગત https://rte.orpgujarat.com/ પર ઓનલાઈન અરજી કરવાની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ આ અરજી તા.૨૬/૦૩/૨૦૨૪ સુધીમાં કરવાની હતી તે હવે તા.૩૦ માર્ચ, ૨૦૨૪ના રોજ રાત્રે ૧૨ વાગ્યા સુધી કરી શકાશે. જાહેર રજાઓના સમયગાળા દરમિયાન અરજદારશ્રીઓને આવક, જાતિના દાખલા સહિતના જરુરી આધાર મેળવવામાં સરળતા રહે અને વિવિધ માધ્યમો થકી જિલ્લા કક્ષાએ તથા રાજ્ય કક્ષાએ RTE હેઠળ પ્રવેશ મેળવવા અર્થે અરજી કરવાની સમયમર્યાદા વધારવા અંગેની રજૂઆત પ્રાથમિક શિક્ષણ કચેરી, નિયામકશ્રીને મળી હતી. અરજદારોએ તા.૩૦/૦૩/૨૦૨૪ સુધીમાં ઓનલાઈન વેબપોર્ટલ https://rte.orpgujarat.com/ પર જઈ અરજી કરવી, તેમ અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/