fbpx
અમરેલી

દરેક વિધાનસભા મતદાર વિભાગ દીઠ એકઃ જિલ્લામાં PwD સંચાલિત ૦૭ મતદાન મથકની રચના થશે

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત સમગ્ર જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલી છે. અમરેલી જિલ્લાની લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણીનું મતદાન તા.૦૭ મે, ૨૦૨૪ના રોજ યોજાશે, મતગણતરી તા.૦૪ જૂન, ૨૦૨૪ના રોજ થશે.

ભારતના ચૂંટણી પંચના ‘સુગમ ચૂંટણી’ના અભિગમને ચરિતાર્થ કરવા માટે જિલ્લામાં વિશેષ મતદાન મથકોની રચના કરવામાં આવશે. વિધાનસભા મતદાર વિભાગ ખાતે એક-એક એમ અમરેલી જિલ્લામાં PwD (દિવ્યાંગ) સંચાલિત ૦૭ મતદાન મથકની રચના થશે, જેમાં સિક્યુરિટી સ્ટાફ સિવાયના તમામ કર્મચારીઓ દિવ્યાંગ રહેશે. વિધાનસભા મતદાર વિભાગ ખાતે ૭ એ રીતે જિલ્લામાં ૪૯ મતદાન મથકો મહિલા સંચાલિત હશે, જ્યાં પોલિંગ સ્ટાફ તરીકે મહિલા અદિકારી-કર્મચારીઓ ચૂંટણી ફરજ બજાવશે. 

દરેક વિધાનસભા મતદાર વિભાગ ખાતે એક-એક, ૦૭ આદર્શ (મોડેલ) મતદાન મથક બનાવવામાં આવશે. જિલ્લામાં યુવા કર્મચારી સંચાલિત એક યુવા મતદાન મથક રહેશે. વિશેષ મતદાન મથકો બનાવવાનો હેતુ ચૂંટણી પ્રક્રિયામાં, મહિલાઓ, દિવ્યાંગ અને યુવાઓની ભાગીદારી વધારવાનો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/