fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં શિક્ષણ, સંસ્કાર અને ચારિત્ર્ય નિર્માણના ધામ સમા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે તારીખ ૫-૪-૨૪ને શુક્રવારે ૩૨૬મો વિનામૂલ્યે નેત્રમણી સાથે મહાનેત્ર યજ્ઞનું આયોજન.

સાવરકુંડલા શહેરમાં શૈક્ષણિક ક્ષેત્રે અનોખી ઓળખ પ્રસ્થાપિત કરનાર શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા દ્વારા આવતી ૫-૪-૨૪ને શુક્રવારે ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સંસ્થા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા અને અમરેલી જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ દ્વારા સેવાકીય વિવિધ પ્રવૃત્તિઓ ચાલે છે તે પૈકી ૩૨૬ મો વિનામુલ્યે મહા નેત્રયજ્ઞ નેત્રમણિ સાથેનું આયોજન અહીં સ્વામિનારાયણ ગુરુકુળ કેમ્પસ ખાતે કરવામાં આવેલ છે. આ સંદર્ભ ઓપરેશન કરવાના થાય તેવા દર્દીઓએ પોતાનું ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ નકલ સાથે લાવવી જરૂરી છે. ઓપરેશન કરવાના થાય તેવા દર્દીઓને તેવા દર્દીઓને ગુરુકુળથી બસ દ્વારા વિરનગર લઈ જવામાં આવશે અને ઓપરેશન બાદ સાવરકુંડલા પરત લાવવામાં આવશે જે સંબંધિત દર્દીઓની જાણ માટે.

આ માટે આવતાં દર્દીઓએ તેજ દિવસે સવારના ૭ થી ૯ સુધી સ્થળ પર જ નામ નોંધાવામાં આવશે.. મહાનેત્ર યજ્ઞનો સમય તારીખ ૫ મી એપ્રિલ ગુરુકુળ ખાતે સવારે ૯ થી ૧૨ રહેશે જેની સંબંધિતોએ નોંધ  લેવી. આ સેવાકીય પ્રવૃત્તિના મુખ્ય દાતા અ. નિ. રમણીકભાઈ દેસાઈ હ. યોગેશકુમાર રમણીકભાઈ દેસાઈ, મુંબઈ રહ્યાં છે. કેમ્પના મુખ્ય આયોજક શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાના વડા શાસ્ત્રી ભગવતપ્રસાદદાસજી છે. તેમ આ સંસ્થાના કોઠારી અક્ષરમુક્ત સ્વામીજીએ એક યાદીમાં જણાવ્યું હતું. આ સંસ્થાના પ્રમુખ શ્રી શાસ્ત્રી હરિપ્રસાદ દાસજી સ્વામીનાં માર્ગદર્શન હેઠળ શૈક્ષણિક, ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ થતી રહેતી જોવા મળે છે. અ. નિ. શાસ્ત્રી જ્ઞાનપ્રસાદદાસજીની પ્રેરણાથી નેત્રકેમ્પની પ્રવૃત્તિઓ દર માસના પ્રથમ શુક્રવારે અવશ્ય થતી રહે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/