fbpx
અમરેલી

એક અનોખો વાર્ષિકોત્સવ.તાતણિયા ખાતે આવેલ શ્રી જનતા વિદ્યાલયમાં વાર્ષિકોત્સવ ઉજવાયો.  

સર્વોદય સરસ્વતી મંદિર બાબાપુર સંચાલિત શ્રી જનતા વિદ્યાલય, તાતણિયામાં સંસ્થાના ૭૫ વર્ષ પૂર્ણ થયા હોઈ ઉજવાઇ રહેલ અમૃત મહોત્સવના અનુસંધાને તારીખ:- ૦૯/૦૩/૨૦૨૪ શનિવારના રોજ એક અનોખો વાર્ષિકોત્સવ તથા વિદાય સમારંભ ઉજવાઈ ગયો.

આ કાર્યક્રમમાં સમગ્ર વર્ષ દરમિયાન યોજાયેલ અલગ – અલગ ૩૦ સ્પર્ધાઓમાં એક થી ત્રણ નંબર મેળવેલ દરેક બાળકોને ઇનામ આપવામાં આવ્યા.  અત્રે ખાસ નોંધનીય બાબત એ છે કે ભાગ લેનાર દરેક બાળકને કંઈકને કંઈક ઇનામ આપવામાં આવ્યું. આ ઉપરાંત શાળા માટે કામ કરનાર દરેક વિદ્યાર્થીઓનું યોગ્ય સન્માન કરવામાં આવ્યું. ઉપરોક્ત દરેક વિદ્યાર્થીઓને ઇનામ ઉપરાંત સુંદર પ્રમાણપત્ર પણ પાઠવવામાં આવ્યા. આ કાર્યક્રમમાં સમગ્ર શાળા પરિવાર વતી દરેક વિદ્યાર્થીને આશીર્વાદરૂપે એક પેન પાઠવવામાં આવી. આ કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ  સંજયભાઈ કામળીયા તથા શાળાના આદરણીય નિવૃત્ત શિક્ષક શ્રી ભાસ્કરભાઈ જોશોનું શાળા વતી સન્માન કરવામાં આવેલ. શાળાના ચાર વિદ્યાર્થીઓ ૧) ગોહિલ કરણ ૨) પુંભડિયા શ્રેયા ૩) વાઘેલા આરુષિ  અને ૪)  કલસરિયા એકતાને શ્રેષ્ઠ વિદ્યાર્થીઓના શિલ્ડ તથા ઇનામો અને પ્રમાણપત્રો પાઠવવામાં આવ્યા. 

આ ઉપરાંત શાળાના આચાર્ય ધર્મેન્દ્રભાઈ કનાલા તરફથી

 ૧) તરસરિયા રિદ્ધિબેનને શ્રેષ્ઠ વિદ્યાર્થીનીનો સુવર્ણચંદ્રક

૨) બાકલખિયા  સુજલભાઈને રજતચંદ્રક ૩) તેમજ સોલંકી વૈભવ ભાઈને કાંસ્ય ચંદ્રક અર્પણ કરવામાં આવેલ.આ કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ  દિવાળીબા પીઠવડી હાઇસ્કૂલના આચાર્ય  સંજયભાઈ કામળિયા રહેલ. તેમણે બાળકોને ખૂબ સુંદર આશીર્વાદ આપેલ જેથી કરીને બાળકો પરીક્ષામાં સુંદર દેખાવ કરી શકે. આ તકે શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને તેમના તરફથી ગણિતનું એક સુંદર પુસ્તક “શૂન્યથી સૂત્ર સુધીની સફળ સફર” ભેટ રૂપે પાઠવવામાં આવેલ. આ કાર્યક્રમમાં શાળાના બંને પ્રવાસી શિક્ષકોને ખુબ સન્માન  અને આદર સાથે ભારે હૈયે વિદાય આપવામાં આવેલી. આ કાર્યક્રમ અંતર્ગત બાળકોએ શાળા વિશે પોતાના સુંદર સંસ્મરણો વાગોળેલ. દરેક શિક્ષકોએ બાળકોને આશીર્વાદ અને પરીક્ષામાં કેમ સફળતા મેળવી તે અંગે પોતાની વાત કરેલ.. આ શાળાના નિવૃત્ત શિક્ષક  ભાસ્કરભાઈ જોષી આમંત્રણને માન આપીને ખાસ પધારેલા અને ધોરણ ૧૦ અને ૧૨ ના તમામ વિદ્યાર્થીઓ માટે પોતાના તરફથી શૈક્ષણિક સામગ્રીની કીટની ભેટ લાવેલા. બાળકોના સદાય વહાલા એવા ભાસ્કરભાઈએ પણ સુંદર પ્રવચન દ્વારા બાળકોના દિલ જીતી લીધેલ. આ કાર્યક્રમ અંતર્ગત

એન.એસ.એસ.ની શિબિર પણ અધ્યક્ષ  તથા અન્ય મહેમાનો દ્વારા ખુલ્લી મુકવામાં આવેલ. શાળાના તમામ વિદ્યાર્થીઓને મહેમાનોને ભારતીય સંસ્કૃતિને અનુરૂપ અલ્પાહાર તથા જલપાન કરાવવામાં આવેલ.

આ કાર્યક્રમનું સફળ સંચાલન આ શાળાના શિક્ષક મનીષભાઈ પરીખે કરેલું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના તમામ શિક્ષકોએ  તથા બિન  શૈક્ષણિક સ્ટાફે તથા ગ્રામજનોએ ખૂબ જ જ મહેનત કરેલ. શાળા પરિવાર દ્વારા આટલા સુંદર અને આટલી માત્રામાં અપાયેલા ઇનામો બદલ સમગ્ર ટ્રસ્ટ પરિવાર તથા ગ્રામજનોએ અભિનંદન આપેલ તથા આજુબાજુના દસેક ગામે આ સમગ્ર કાર્યક્રમની ખુબ સુંદર નોંધ લીધેલ તથા આ દસ ગામના બાળકોને આ જ શાળામાં ભણાવવાનો સંકલ્પ લીધેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/