fbpx
અમરેલી

ફ્લાઈંગ સ્કોડની વર્તણુક અને જપ્ત કરેલી રોકડ સામે અપીલ સહિતની રજૂઆતો માટે જિલ્લા ફરિયાદ નિવારણ સમિતિનો સંપર્ક કરવા અનુરોધ

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે આદર્શ આચાર સંહિતા ભંગ અને તેને લગતી ફરિયાદો, ધાક-ધમકી, અસામાજિક તત્વો, દારુ, શસ્ત્ર, દારુગોળા તેમજ મતદારોને લાંચ આપવાના હેતુસર મોટી રકમની હેરફેર વગેરે તમામ તપાસ માટે અમરેલી જિલ્લામાં ચૂંટણી જાહેરાતની તારીખ તા.૧૬/૦૩/૨૦૨૪ થી ફ્લાઈંગ સ્કવોડ કાર્યરત કરવામાં આવી છે.  ચૂંટણીના જાહેરનામાની તા.૧૨/૦૪/૨૦૨૪ થી જિલ્લાના માર્ગો પરની ચેકપોસ્ટ પર સ્થાયી દેખરેખ ટુકડી પણ કાર્યરત થશે.

       ફ્લાઈંગ સ્કવોડ અથવા સ્થાયી દેખરેખ ટુકડીની વર્તણૂક વિશે કોઈ ફરિયાદ હોય, તો ગેરવર્તણુક કે હેરાનગતિની ફરિયાદ નિવારણ માટે તથા જપ્તી સામેની અપીલ કરવા અને જપ્ત કરેલ રોકડ છૂટી કરવા માટે અમરેલી જિલ્લામાં જિલ્લા ફરિયાદ નિવારણ સમિતિની રચના કરવામાં આવી છે. જે સમિતિના કન્વીનર તરીકે ચૂંટણી ખર્ચ નોડલ ઓફીસરશ્રી અને અમરેલી જિલ્લા વિકાસ અધિકારીશ્રીની નિમણુક કરવામાં આવી છે. તેમના મોબાઈલ નંબર ૯૯૭૮૪ ૦૬૨૨૭ છે. જપ્તી તથા ફરિયાદના ઉક્ત કિસ્સાઓમાં જાહેર જનતા સમિતિના કન્વીનરશ્રીનો રુબરુ કે ટેલિફોનિક સંપર્ક કરી શકશે, તેમ ચૂંટણી ખર્ચ નોડલ ઓફીસરશ્રી અને અમરેલી જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યુ છે. 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/