fbpx
અમરેલી

શ્રી વિદ્યાગુરૂ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિર ખાતે પીડિયાટ્રિક ફિઝિયોથેરાપીસ્ટનો નિઃશુલ્ક નિદાન અને સારવાર કેમ્પ યોજાયો

સાવરકુંડલામાં શ્રી વિદ્યાગુરૂ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદીર ખાતે પીડિયાટ્રિક ફિઝિયોથેરાપીસ્ટનો નિઃશુલ્ક નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો જેમાં ભાવનગર થી પીડિયાટ્રિક ફિઝિયોથેરાપીસ્ટ ડો.કૌશલ ભટ્ટ દ્વારા બાળકોને તપાસવામાં આવ્યા હતા અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અને પીડિયાટ્રિક ફિઝિયોથેરાપીસ્ટને ક્યારે મળી શકાય જેમકે બાળકનો ધીમો વિકાસ જેમકે બાળક બોલતા,બેસતા કે ચાલતા ન શીખ્યું હોઈ. બાળક પગની એડી ઉંચી રાખીને ચાલે બાળક ચાલે ત્યારે ગોઠણ, ઘૂંટણ પાછળ જાય. બાળક ચાલતું કે દોડતું વારંવાર પડી જાય, બાળકને પેન પકડવામાં ,લખવામાં ભણવાનું સમજવામાં તકલીફ પડે.

જિનેટિક રોગોને કારણે ધીમો વિકાસમણકાની તકલીફો ,સ્કોલીઓસીસ  કાયક્રોસીસ વગેરે અને મણકાની જન્મજાત ખોડખાંપણ સહિતની તકલીફો હોઈ ત્યારે પીડિયાટ્રિક ફિઝિયોથેરાપીસ્ટને મળી શકાય તેમ જણાવ્યું હતું. અત્રે ઉલેખનીય છે કે શ્રી લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિર ખાતે ફિઝિયોથેરાપી વિભાગમાં ઘણા વર્ષોથી કાર્યરત છે અને સાવરકુંડલા તથા આજુબાજુના દર્દીઓને ખૂબ સારી સગવડતા મળી રહી છે જેમાં ડો.દેવયાનીબા વાળા, ડો પરિન્દા ગોહિલ, ડો. પૂજા સોલંકી, ડો.વિવેક ગેગડીયા સહિતના કોવિલિફાઇડ ડોકટરશ્રીઓ કાર્યરત છે. આ કેમ્પમાં કુલ ૨૧ બાળકોએ કેમ્પનો લાભ લીધો હતો તેમ શ્રી લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિરના સુપ્રીટેન્ડ ડો.પ્રકાશ કટારીયાએ જણાવ્યું હતું એમ યોગેશ ઉનડકટની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/