fbpx
અમરેલી

અમરેલીમાં મતદાન જાગૃત્તિ અર્થે બાઈક રેલી યોજાઈ

સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસીપેશન (SVEEP) અંતર્ગત મતદાન જાગૃત્તિ પ્રસરાવવાના હેતુથી અમરેલી શહેરની શાળાના શિક્ષકો દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરની ફોરવર્ડ શાળાના મેદાનથી આ રેલીનો જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયા, ખર્ચ તેમજ TIP નોડલ અધિકારીશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યાની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રારંભ થયો હતો. આ રેલીમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જાતે બાઈક ચલાવી રેલીમાં સહભાગી થઈ શિક્ષકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ રેલી શહેરના સેન્ટર પોઈન્ટ, નાગનાથ ચોક, રેલવે સ્ટેશન, કોલેજ ચોક થઈ પરત ફોરવર્ડ હાઈસ્કુલ ખાતે સંપન્ન થઈ હતી.

      રેલીની સમાપન વેળાએ સંબોધન કરતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યુ હતુ કે, મતદાન જાગૃત્તિનો સંદેશાનો પ્રસાર થાય અને ચૂંટણી ફરજ અર્થે રોકાયેલા શિક્ષકો સહિત સૌનો ઉત્સાહ વધે તે હેતુથી આજે આ રેલી યોજવામાં આવી છે. આગામી સમયમાં આ પ્રકારની એક વિશાળ બાઈક રેલી યોજવામાં આવશે અને મતદાન જાગૃત્તિ પ્રસરાવવામાં આવશે.

     આ રેલીમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સક્સેના, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી કોટક, અમરેલી-વડીયા-કુંકાવાવ પ્રાંત અધિકારીશ્રી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અને SVEEP નોડલ અધિકારશ્રી ગોહિલ,  જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીશ્રીઓ, કર્મયોગીઓ જોડાયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/