fbpx
અમરેલી

જિલ્લા ચૂંટણી અધિકારી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે ૧૪-અમરેલી ચૂંટણીલક્ષી વિવિધ પ્રકારની કામગીરીની અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને સમીક્ષા કરવામાં આવી હતી. અમરેલી જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી આ બેઠકમાં જિલ્લાની વિવિધ વિધાનસભા સહિત લોકસભામાં સમાવિષ્ટ મતવિસ્તારના મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ સાથે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ ચર્ચા કરી અને ચૂંટણી કામગીરીની સમીક્ષા કરી હતી.

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ, અમરેલી જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણીના સુચારુ આયોજનની વ્યવસ્થાઓ વિશે માર્ગદર્શન આપ્યુ હતુ. લોકસભાની સામાન્ય ચૂંટણીના ત્રીજા તબક્કામાં અમરેલી જિલ્લામાં આગામી તા.૦૭ મે, ૨૦૨૪ના રોજ મતદાન થશે. મતદાનનું જાહેરનામું આગામી તા.૧૨ એપ્રિલના રોજ પ્રસિદ્ધ થશે. મતદાન માટે ફોર્મ ભરવાની અંતિમ તા.૧૯ એપ્રિલ, ૨૦૨૪ રહેશે. મતદાન માટે ઉમેદવારી પત્રકોની ખરાઈ કરવાની અંતિમ તા.૨૦ એપ્રિલ, ૨૦૨૪ રહેશે. લોકસભાની ચૂંટણીના મતદાન માટે અમરેલી જિલ્લાના ઉમેદવારો માટે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તા.૨૨ એપ્રિલ, ૨૦૨૪ જાહેર કરવામાં આવી છે. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીશ્રીઓ અને કર્મયોગીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/