fbpx
અમરેલી

અમરેલી જિલ્લાના યુવાનોને લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર સામેલ થવા આહ્વાન

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે મતદારોને મતદાનના મહત્વ વિશે સમજ આપવા અને મતદાનના શપથ લેવા માટેના વિવિધ કાર્યક્રમોનું આયોજન જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. ખાસ કરીને ચુનાવ પાઠશાળા થકી યુવાનોને લોકશાહીના પર્વમાં સામેલ થવા આહ્વાન કરવામાં આવે છે. મતદાન માટે યુવાનો, મહિલાઓ સહિતના નાગરિકોમાં જાગૃત્તિ આવે તે માટે સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસીપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન (ટી.આઈ.પી.) અંતર્ગત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. તાજેતરમાં અમરેલીના શેડુભાર સ્થિત કોલેજ ઓફ ડેરી સાયન્સ ખાતે “યુથ વોટર ફેસ્ટિવલ” કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને મતદાન અંગે માર્ગદર્શન આપી સમજૂતી આપવામાં આવી હતી. યુવા નાગરિકો મતદાન માટે શપથ લઈને સિગ્નેચર કેમ્પેઇનિંગમાં સહભાગી થયા હતા.

       ટી.આઈ.પી. અંતર્ગત બગસરા શહેરી વિસ્તારની મહિલાઓએ મતદાન માટે શપથ લઇ સિગ્નેચર સિગ્નેચર કેમ્પેઇનિંગમાં જોડાયા હતા. ખાંભા આઈટીઆઈના વિદ્યાર્થીઓએ મતદાન જાગૃત્તિ યુવા સેમિનારમાં જોડાઇ મતદાનના મહત્વ વિશે સમજ મેળવી હતી.

સાવરકુંડલાની કાણકિયા કોલેજમાં યુવા મતદારોએ મતદાર જાગૃત્તિ અભિયાન અંતર્ગત યુથ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો. નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી.કાણકિયા આર્ટસ અને એમ.આર.સંઘવી કોમર્સ કોલેજ તથા તાલુકા તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને મતદાર જાગૃત્તિ અભિયાન યોજાયું હતું.

      નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ,  મતદારોમાં જાગૃત્તિ વધારવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ વિશે વિગતો જણાવી ચૂંટણી પ્રક્રિયાથી યુવાનોને જ્ઞાત કર્યા હતા. મતદાનમાં મહિલાઓ અને યુવાનોની ભાગીદારી વધે તે માટેના પ્રયત્નોમાં સહભાગી થવા તેમણે અનુરોધ કર્યો હતો.

      સાવરકુંડલા પ્રાંત અધિકારીશ્રીએ મતદારોને મતદાન માટે આપવામાં આવતી સુવિધાઓ અને મતદારને મતદાન માટે ચૂંટણી ઓળખ કાર્ડ ઉપરાંતના મહત્વના દસ્તાવેજો ઉપયોગી થઇ શકે છે તે બાબતે માહિતગાર કર્યા હતા. કાર્યક્રમના અંતે યુવાનો ફ્લેશ મોબાઇલ ડાન્સમાં જોડાયા હતા. મતદાન માટે વિદ્યાર્થીઓ અને મહાનુભાવો એ શપથ લીધા હતા. કાર્યક્રમના અંતે સિગ્નેચર કેમ્પેઈન તથા સેલ્ફી કેમ્પેઈનમાં પણ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

કોલેજ પ્રિન્સિપાલ શ્રી રવિયાએ ‘મતદાનનું પર્વ- દેશનું ગર્વ’ વિષય પર પ્રાસંગિક ઉદ્દબોધન કર્યુ હતું. વિદ્યાર્થીઓએ મતદાનનું મહત્વ અને યુવાનોએ તેમના મતદાનના અધિકાર વિશે કેમ જાગૃત હોવું જોઈએ? અને લોકશાહીમાં મતદાનના મહત્વ જેવા વિષયો પર વક્તવ્ય આપ્યું હતું. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા તૈયાર કરેલ વીડિયો ક્લિપ દ્વારા મતદાર જાગૃત્તિ અંગેનો સંદેશો આપવામાં આવ્યો હતો.

      કુંકાવાવ આઇ.ટી.આઇ. ખાતે યુથ વોટર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતુ. યુવા નાગરિકો-વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોએ આ કાર્યક્રમમાં જોડાઇ મતદાન માટેના શપથ લીધાં હતા. સિગ્નેચર અભિયાન, વક્તૃત્વ સ્પર્ધા, મતદાન જાગૃત્તિ ચિત્રો દ્વારા મતદાન જાગૃતિ માટેનાં કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા.

     ટીપ/સ્વીપ /વીએએફ અંતર્ગત અમરેલી, બાબરા, રાજુલા સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં મતદાર જાગૃતિ અંગે બેઠક યોજી મતદારોને મતદાનના મહત્વ વિશે સમજ આપી અચૂક મતદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. બાબરા તાલુકાનાં ગળકોટડી ગામે શ્રમિક પુરુષ અને મહિલાઓને મતદાન માટે જાગૃત્ત કરવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો, મતદાન માટેના શપથ લીધા હતા.

     લાઠી-બાબરા પ્રાંત અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને, બાબરા સ્થિત સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે યુથ વોટર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યુ. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ મતદાન કરવા માટે તેમજ અન્ય ૫ વ્યક્તિઓને મતદાન માટેના શપથ લેવા સમજૂત કરવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં સિગ્નેચર અભિયાન, વક્તૃત્વ સ્પર્ધા, મતદાન જાગૃતિ માટેના ચિત્રો પણ કરવામાં આવ્યા હતા.  પ્રાંત અધિકારીશ્રી સહિતનાઓએ મતદાન જાગૃત્તિ માટેનાં વક્તવ્ય આપી ચૂંટણી પ્રક્રિયાના વિવિધ આયામો વિશે સમજ આપી મતદાનના મહત્વ વિશે માહિતગાર કર્યા હતા. અમરેલીના વાંકીયા ખાતે ચુનાવ પાઠશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજુલા તાલુકાના કડીયાળી ગામે મહિલા મતદારોને મતદાન માટે જાગૃત્તિ આવે તે ઉદ્દેશ્ય સાથે કાર્યક્રમ યોજાયો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/