fbpx
અમરેલી

સાવરકુંડલામાં શ્રી રામનવમીની શોભાયાત્રા માટે તૈયારીઓ શરૂ

ચૈત્ર માસની શરૂઆત સાથે જ રામનવમીના તહેવારની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સાવરકુંડલામાં શ્રી રામ નવમીના દિવસેથી સન ૧૯૮૩ ભવ્ય શોભા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારથી આજ દિન સુધી ભવ્ય રીતે શોભાયાત્રા નીકળે છે. આ વર્ષે રામનવમીનો તહેવાર ભવ્ય રીતે ઉજવવા માટે શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સાવરકુંડલા ખાતે કાર્યાલયનું ખુલ્લુ મુકવામાં આવ્યું હતું તેમજ આ પ્રસંગે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા નું ભવ્ય આયોજન કરાયું હતું સાથો સાથ  શ્રી હનુમાન ચાલીસાના પાઠ નું સંગીતમય શૈલીમાં સુંદર આયોજન કરવામાં આવ્યું હતું

સાવરકુંડલા તાલુકાના અને શહેરના સનાતની ભાઈઓ, બહેનો, શહેરીજનો અને વિવિધ મંડળોના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા રામનવમીના દિવસે ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવશે. સાવરકુંડલાના તમામ સમાજ, સંસ્થાઓ અને મંડળો દ્વારા શોભાયાત્રા રૂટ પર શરબત, છાશ, લચ્છી તેમજ પાણી અને અન્ય સામગ્રીના સ્ટોલ ઉભા કરવામાં આવશે. સાથે સુશોભિત ટ્રેેકટરો, વિવિધ ઢોેલ-નગારા અને શંખનાદ સાથે સંગીતમય ભજન મંડળીઓ, કલાકારો દ્વારા તેમની કલાઓ પ્રદર્શિત કરવામાં આવશે અને દેશી અખાડાના ઝાકીના દર્શન પણ થશે. તેમજ શોભાયાત્રા ના રૂટ પર વિવિધ મંડળો દ્વારા ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. દરેક ધર્મપ્રેમી જનતાને રામ જન્મોત્સવ સમિતિના કાર્યાલય ખાતેથી ધજા, ગાડી ધજા, પતાકા, દોરી અને શોભાયાત્રા સંદર્ભેનું અન્ય સાહિત્ય મેળવી શકે છે. શ્રીરામ જન્મોત્સવ સમિતિ દ્વારા તમામ ધર્મપ્રેમી લોકોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/