fbpx
અમરેલી

સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ કસવાળાની સામાજિક સેવા પણ નોંધનીય છે.

સાવરકુંડલાના રેલવે સ્ટેશન રોડ, વિંઝુડાવાસમાં રહેતા મેઘવાળ વણકર સમાજના બાબુભાઈ જીવાભાઇ વિંઝુડા ઘણા સમયથી કેન્સરના અસાધ્ય રોગથી પીડિત હોય અને તબિયત વધુ બગડતા અમદાવાદ સિવિલ ખાતે સારવાર માટે ગયેલ પણ અમુક કારણોસર એમને એડમિટ કરવામાં આવેલ ના હતા અને એક મહિના ઉપરાંતથી સિવિલ હોસ્પિટલ સ્થિત બાપા સીતારામનો ઓટો એવી જગ્યા પર આશરો લીધેલ હતો, પતિ પત્ની બંને બહુ તકલીફથી દિવસો પસાર કરતા હતા કે આજે દાખલ કરશે કાલે દાખલ કરશે એમ કરતાં કરતાં બાબુભાઈની તબિયત અચાનક ખૂબ ખરાબ થઈ ગઈ.

આવા સમયે સાવરકુંડલા સામાજિક કાર્યકર અને અનુજાતિ મોરચાના મહામંત્રી  લલીતભાઈ મારૂને મદદ માટે ફોન દ્વારા જાણ કરતા તેઓએ આ બાબતની ગંભીરતા લઈ અને એ જ ક્ષણે સાવરકુંડલા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાને સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક દાખલ કરી સારવાર મળે તે માટેની જાણ કરતા ધારાસભ્યશ્રી મહેશભાઈએ દર્દીની વિગત મંગાવી અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોનો સંપર્ક કરી બાબુભાઈ વિંઝુડાને તાત્કાલિક ધોરણે એડમિટ કરી યોગ્ય સારવાર આપવાનું ચાલુ કરાવેલ, તદુપરાંત દર્દી દ્વારા લલીતભાઈને જણાવ્યું કે કેન્સર સહાયની રકમ છેલ્લા દસ મહિનાથી મળેલ ના હોય તે બાબતની અરજ કરતા તે સહાયની રકમ પણ તેમના ખાતામાં ડિપાર્ટમેન્ટને જાણ કરી ટ્રાન્સફર કરાવવામાં આવી હતી, આવી રીતે એક ગરીબ માણસની મદદ કરી ધારાસભ્યએ આશીર્વાદરૂપ કામ કરેલ છે, એટલે જ કહેવામાં આવે છે નામના નહીં પણ ખરેખર કામના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા અને ભાજપના કર્મનિષ્ઠ કાર્યકર્તાઓ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/