fbpx
અમરેલી

અમરેલી ખાતે મીડિયા સેન્ટરને ખુલ્લું મુકતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અજય દહિયા

૧૪-અમરેલી લોકસભા મતવિસ્તારની સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી અજય દહિયા દ્વારા અમરેલી જિલ્લા સેવા સદન ખાતે ખાતે મીડિયા સેન્ટરને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

જિલ્લા ચૂંટણી તંત્ર અને જિલ્લા માહિતી કચેરી દ્વારા તૈયાર કરવામાં આવેલા આ મીડિયા સેન્ટરને ખુલ્લુ મૂકતી વેળાએ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને પત્રકારો સિગ્નેચર કરી મતદાન જાગૃત્તિ અભિયાનમાં સહભાગી થયા હતા.

        આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ મીડિયા સેન્ટરનું નિરીક્ષણ કરતા જણાવ્યુ કે, લોકસભા સામાન્ય ચૂંટણી દરમિયાન જિલ્લાના પત્રકારશ્રીઓ અને નાગરિકોને ચૂંટણીલક્ષી વિગતો ઉપલબ્ધ કરાવવા માટે આ મીડિયા સેન્ટર શરુ કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યુ કે, નાગરિકો ચૂંટણીલક્ષી કોઈ પણ પ્રકારની રજૂઆત કે ફરિયાદ ૧૯૫૦ નંબર પર ફોન કરીને ફરિયાદ નોંધાવી શકે છે. જિલ્લા ચૂંટણી તંત્રની ટીમ દ્વારા તે ફરિયાદનો ૧૦૦ મિનિટમાં નિકાલ થાય તે માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.  આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જિલ્લાના નાગરિકોને C-VIGIL એપનો વધુમાં વધુ ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.

        મીડિયા સેન્ટરમાં ૧૪-અમરેલી લોકસભા મતવિસ્તારનો ચૂંટણી કાર્યક્રમ, મતવિસ્તાર પ્રમાણે મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓની યાદી અમરેલી લોકસભા મતવિસ્તારની વર્ષ-૧૯૬૨ની સામાન્ય ચૂંટણીથી વર્ષ-૨૦૧૯ની સામાન્ય ચૂંટણી સુધીની આંકડાકીય વિગતો, અમરેલી લોકસભા મતવિસ્તારના મતદારોની સંખ્યા અને તેને લગતી યાદીઓ,  ઇવીએમ, વીવીપેટ અંગે સમજણ, ચૂંટણી પંચની વિવિધ, વૉટર હેલ્પલાઈન નંબર ૧૯૫૦ની માહિતી, ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૦૫૮૮ની વિગતો, વિધાનસભા મતવિસ્તાર પ્રમાણે મતદારોની વૉટર હેલ્પલાઇન એપના ફાયદા, સી -વિજિલ મોબાઇલ એપ્લિકેશન સહિતની તમામ બાબતોનું પેનલ દ્વારા નિદર્શન કરવામાં આવ્યું છે. આ પેનલ દ્વારા પત્રકારશ્રીઓને તેમજ નાગરિકોને ચૂંટણી લક્ષી વિવિધ માહિતી મળી રહેશે.

મીડિયા સેન્ટરની સમગ્ર પેનલ તૈયાર અને સંકલન કામગીરી જિલ્લા માહિતી કચેરીના ઓપરેટર શ્રી એમ.એમ. ધડુક અને ચૂંટણી શાખાના નાયબ મામલતદારશ્રી દિક્ષિતભાઇ ભોરણીયા દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન જિલ્લા માહિતી કચેરીના માહિતી મદદનીશ શ્રી જે.જે. મિશ્રા દ્વારા કરવામાં આવ્યુ હતુ.  

        આ પ્રસંગે અમરેલી જિલ્લા નાયબ ચૂંટણી અધિકારીશ્રી સક્સેના, અમરેલી જિલ્લા નાયબ માહિતી નિયામકશ્રી, અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર અને જિલ્લા માહિતી કચેરી અમરેલીના અધિકારીશ્રી, કર્મયોગીશ્રીઓ તેમજ પત્રકારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/