fbpx
અમરેલી

ચલાલા ગાયત્રી સંસ્કાર ધામના વડા પૂજ્ય શ્રી રતિદાદાને મળી ડોક્ટર (P.H.D.)ની પદવી. 

યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા કે જેના શિલ્પી પૂ. શ્રી રતિદાદાને યુરોએશન યુનિવર્સિટી દ્વારા માનવતા અને સમુદાય કલ્યાણ ક્ષેત્રમાં અવિસ્મરણીય સમર્પણ અને સિદ્ધિઓ માટે ગોવાના મુખ્યમંત્રીશ્રી પ્રમોદ સાવન, ગ્લોબલ સાયન્ટિસ્ ડૉ. રોશન યુનિવર્સિટીના ચાન્સલર શ્રી, ડીન શ્રી તેમજ વગેરે મહેમાનના વરદ હસ્તે પૂ. રતિદાદાને ડોક્ટર (P.H.D.)ની પદવી આપવામાં આવી.ચલાલામાં પૂ. દાદાના સાનિધ્યમાં ગાયત્રી સંસ્કાર વિદ્યાલય, હરિબા મહિલા કોલેજ, ગૌશાળા, વૃદ્ધાશ્રમ, અનાથઆશ્રમ, શ્રી રામ હોસ્પિટલ તેમજ દર મહિને આરોગ્ય લક્ષી કેમ્પો, સર્વજ્ઞાતિય સમૂહ લગ્ન સાથે સાથે ધાબળા વિતરણ, ચપ્પલ વિતરણ, વિધવા બહેનોને સાડી વિતરણ, વિધવા બહેનોને પ્રવાસ, છાશ વિતરણ, ગરીબોને રાશન કીટ વિતરણ, ગરીબોને જમણવાર, ચકલીના માળા, પાણીના કુંડા, જેવી સમાજ કલ્યાણની સેવાઓ પૂજ્ય રતિદાદાના વરદ હસ્તે કરવામાં આવે છે સાથે સાથે પુષ્પવન સંસ્કાર, અન્નપ્રાશન, યજ્ઞો પવિત, ગાયત્રી યજ્ઞ વગેરે જેવા સંસ્કારો પણ આ સંસ્થામાં કરવામાં આવે છે. સાથે સાથે સેવા અને તબીબી ક્ષેત્રે ગુજરાત સરકાર દ્વારા પૂજ્ય શ્રી રતિદાદાને ૨૦૦૪ અને ૨૦૦૬માં સન્માનિત કરવામાં આવ્યા હતા. આવા ચલાલાનું ગૌરવ એવા બધા સેવા કાર્યો કરનારા સંસ્થાના વડા પૂજ્ય ડૉ. રતિદાદાને લાખ લાખ વંદન એમની આવી ઝળહળતી સેવાકીય સિધ્ધિ સંદર્ભે તેમના શુભેચ્છકો દ્વારા મો. ૯૪૨૭૪૯૧૦૯૭, ૮૮૬૬૩૭૪૧૧૨ પર અભિનંદનની વર્ષા થઈ રહેલી જોવા મળે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/