fbpx
અમરેલી

અમરેલી ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના તબીબો સાથે ચુનાવ પાઠશાળા કાર્યક્રમ યોજાયો

સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત અમરેલી જિલ્લામાં મતદાન અંગેની જાગૃત્તિ પ્રસરાવવામાં આવી રહી છે. આ કડીના ભાગરુપે  ખર્ચ અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) નોડલ અધિકારીશ્રી અને અમરેલી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યાના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા ખાતે ‘ચુનાવ પાઠશાલા’ કાર્યક્રમ યોજાયો હતો. અમરેલી ઈન્ડિયન મેડીકલ એસોસિએશન (આઇએમએ) તબીબો સાથે યોજાયેલા કાર્યક્રમમાં અમરેલીના તબીબોને આગામી લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે તબીબશ્રીઓને સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

    આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ આગામી લોકસભાની ચૂંટણી દરમિયાન વધુમાં વધુ મતદાન માટે તબીબોના સહયોગ અંગે ચર્ચા કરી હતી. અમરેલી લોકસભા મતવિસ્તારમાં કાર્યરત તબીબો તેમની સાથે સંકળાયેલા નાગરિકોને લોકશાહીના મહાપર્વમાં મતદાન માટે જાગૃત કરવા માટે અગત્યની ભૂમિકા ભજવી શકે છે. તબીબો નાગરિકોને સ્વાસ્થ્ય સેવા પૂરી પાડે છે. મતદાન જાગૃત્તિ માટે પણ સેવા આપી અને મતદાન માટે જાગૃત્તિ પ્રસરાવશે. આ બેઠકમાં આઇએમએ અમરેલીનાં તબીબો દ્વારા સ્વૈચ્છિક રીતે વધુમાં વધુ મતદાન થાય તેની જનજાગૃત્તિમાં સહયોગ આપવા સહમતિ આપવામાં આવી હતી. આ બેઠકમાં આઈ.એમ.એમ અમરેલીના ડો.જી.જે.ગજેરા પ્રમુખશ્રીશ્રી-આઇએમએ, જનરલ સર્જનશ્રીઓ, રેડિયોલોજીસ્ટશ્રીઓ, ગાયનેકશ્રીઓ, બાળરોગ તજજ્ઞશ્રીઓ સહિતનાં તબીબો તેમજ જિલ્લા આરોગ્યતંત્ર નાં અધિકારીશ્રીઓ  ઉપસ્થિત રહ્યા હતાં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/