fbpx
અમરેલી

શિશુવિહાર બુધસભાના ઉપક્રમે “ઇતની સી બાત” સુરમયી કાર્યક્રમ યોજાયો

ભાવનગર શિશુવિહાર બુધસભાના ઉપક્રમે ” ઇતની સી બાત “સુરમયી વાણીની સાંજ સંગીત સરગમ વાણીનો સુંદર સુરીલો કાર્યક્રમ શિશુવિહારના વાનાણી હોલમાં યોજાયો. જેમાં શ્રી  પારુલ મનીષ, સૂર, સોહની ભટ્ટના મધુર ગાયનમાં ગોરખનાથથી માડીને ગંગાસતી, રાહલ ફકીર, રાજા માનસિહ, નરસિંહ, મીરાં કે બુલ્લેશાહ ની રચનાઓમાંથી પસંદ કરેલી રચનાઓ રજૂ કરી.હાર્મોનિયમ પર શ્રી જયદેવ ભાનુશાલી અને તબલા પર પ્રસેન્ન નિક્તેએ રંગત આપી હતી.નચિકેતા ટ્રસ્ટના વસુંધરા ની વાણી પ્રોજેક્ટના રૂપે આ સુંદર કાર્યક્રમ યોજાયો. જેમાં અતિથિ વિશેષ તરીકે ડૉ.નાનકભાઈ ભટ્ટ,શ્રી ધ્રુવ ભટ્ટ, ડૉ. વિનોદ જોશી, ડૉ. મહેન્દ્રસિંહ પરમાર તથા ભાવનગરના અનેક વિવિધ મહેમાન શ્રીઓ અને સાહિત્ય રસીકોને ઉપસ્થિતિમાં કાર્યક્રમ ભાવનગરની સંગીત પ્રિય જનતાએ  માણ્યો હતો અને કલાકારોને ખૂબ દાદ આપી હતી. કાર્યક્રમની આભારવિધિ ડૉ. માનસી ત્રિવેદી દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે શિશુવિહારના શ્રી હીનાબેન ભટ્ટે જહેમત ઉઠાવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/