fbpx
અમરેલી

જય હનુમાન જ્ઞાન-ગુણ સાગર…આવતીકાલે રામ ભકત હનુમાનજી મહારાજનો પ્રાગટય દિવસ છે.

અજરા-અમર હનુમાનજી ધર્મ ક્ષેત્રનું વીરલ પાત્ર છે.. હનુમાનજીનું વ્યકિતત્વ વિશિષ્ટ છે. બળ અને બુધ્ધિનો સંગમ, જ્ઞાન ગુણનો ભંડાર છે. વિદ્યાઓના દાતા છે. સર્વશકિતમાન છે, પણ સેવક છે. પરામક્રમોનો પાર નથી, પણ પ્રામાણિકતા છોડી નથી. ભૂતપ્રેત તેનાથી ડરે, પણ હનુમાનજીએ કયારેય મર્યાદા ચુકી નથી. વર્તમાન સમયમાં સૌથી વધારે પૂજાતા દેવ હનુમાનજી મહારાજ હશે. કિશોર-યુવા પેઢીમાં પણ બજરંગ બલી સૌથી વધારે લોકપ્રિય છે. ભારત ધર્મથી ધબકતો દેશ છે. અહીં ધાર્મિક પરંપરાઓ સાથે ધર્મમાં અનન્ય શ્રધ્ધા ધરાવતાં અનેક લોકો છે.

આજના હનુમાન જયંતિ પ્રસંગે ધર્મ સાથે વ્યક્તિએ આધ્યાત્મિકતા પણ સમૃધ્ધ કરવી  જરૂરી છે. આગળ કહ્યું તેમ હનુમાનજીને વરદાન મળેલું છે, તેઓ અજરા-અમર છે. તેઓ સશરીર વિદ્યમાન છે.  બજરંગબલી અસામાન્ય પાત્ર છે. તેના ભકતોમાં પણ અસામાન્યતા ખીલવી જોઇએ.  હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા માટે . બલ-બુધ્ધિ-વિદ્યા સહિતના ગુણો ખીલવવા ચૈતસિક આંતરયાત્રા કરવી જરૂરી છે. હનુમાનજીની કૃપાનો ધોધ નિરંતર વહી જ રહ્યો છે. તેમની કૃપા માટે આપણે લાયક બનવાનું છે. ભગવાન જે ન કરી શકે તે સાચા ભકત કરી દેખાડે છે. રામથી પથ્થર ન તરે, પણ તેના ભકત હનુમાનજીની ભકિત-શ્રધ્ધાથી પથ્થર તરે છે.  આજના મંગલ દિને પવનપુત્ર હનુમાનજી મહારાજને એક જ પ્રાર્થના કરીએ કે સંજીવની લઈને પધારો અને આજની બદલાતી પર્યાવરણીય પેટર્નને બચાવવા માટે પ્રદુષણ ફેલાવતા તમામને સદ્બુદ્ધિ આપો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/