fbpx
અમરેલી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિધાર્થીઓના પસંદગીના કેન્દ્રની જગ્યાએ બીજું કેન્દ્ર આવતા વિધાર્થીઓની મદદે આવતા આલ્ફા કોમ્પ્યુટરના માલિક  રાજુભાઈ બોરીસાગર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી માસ્ટર ઓફ આર્ટસ સેમેસ્ટર ૨ એક્સટર્નલની પરીક્ષા તારીખ ૨૫-૪-૨૦૨૪ થી શરૂ થનારી હોય જેની હોલ ટિકિટ પરીક્ષાના બે દિવસ અગાવ એટલે કે તારીખ ૨૨-૪-૨૦૨૪ના રોજ મુકવામાં આવેલ હતી. જેમાં અર્થશાસ્ત્રના વિધાર્થીઓની હોલ ટિકિટમાં કેન્દ્રો અમરેલીની જગ્યાએ યુનિવર્સિટીની ભૂલ દ્વારા રાજકોટ આપી દેવામાં આવ્યા હતા. એક તો પરીક્ષાની હોલ ટિકિટ પરીક્ષાના બે દિવસ અગાઉ મુકવામાં આવી હોય. ત્યારે વિધાર્થીઓને હોલ ટિકિટ જોઈને ખબર પડી કે પરીક્ષા કેન્દ્ર રાજકોટ આવ્યું છે. જયારે ફોર્મ ભરતી વખતે પરીક્ષા કેન્દ્રના પસંદગીમાં અમરેલી પસંદ કરવામાં આવ્યું હતું. પરીક્ષા નું કેન્દ્ર આટલું દૂર આવવાના કારણે ઘણા વિધાર્થીઓ પરીક્ષા આપવા જવાના ન હતા. અને જે વિધાર્થીઓ પરીક્ષા આપવા જવાના હતા તેમને પણ રહેવા- જમવા જેવી વ્યવસ્થા કેવી રીતે કરવી તેવા પ્રશ્નો ઉભા થયા હતા. આ વાતની જાણ સાવરકુંડલામાં આવેલા આલ્ફા કોમ્પ્યુટરના ઓનર રાજુભાઈ બોરીસાગરને જાણ થઈ ત્યારે તેમણે  યુનિવર્સિટીનાં સ્ટાફને આ બાબતની જાણ કરી  અને ૩ કલાકની મહેનત કર્યા  બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તેમની ભૂલ સુધારી પરીક્ષા કેન્દ્ર રાજકોટની જગ્યાએ ફરીથી વિધાર્થીઓએ પસંદ કરેલ કેન્દ્ર અમરેલી આપવામાં આવ્યું હતું. 

આલ્ફા કોમ્પ્યુટર  છેલ્લા ૧૫ વર્ષથી વિધાર્થીઓ સાથે રહી તેમના પ્રશ્નો તેમજ  મૂંઝવણો દુર કરવા સતત પ્રયત્નશીલ રહ્યું છે. કોઈ પણ વિધાર્થીને કંઈપણ મદદ કરવા હંમેશા આગળ રહે છે અને વિધાર્થીઓને યોગ્ય માગ્દર્શન પૂરું પાડે છે. વિદ્યાર્થીઓની કારકિર્દીને લગતા પ્રશ્નો હોય કે કોઈ સ્કુલ કે કોલેજમાં કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો તેમાં આલ્ફા કોમ્પ્યુટર  હંમેશા ઉપયોગી થતું રહ્યું છે. અને હંમેશા  ઉપયોગી થતું રહેશે કોમ્પ્યુટર કલાસીસની સાથોસાથ આદર્શ શિક્ષકની ભૂમિકા રાજુભાઈ બોરીસાગર ભજવે છે. એમ  રવિજોષીની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/