fbpx
અમરેલી

ચલાલામાં ગાયત્રી પરિવાર દ્વારા ૨૬૬મો નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા સર્વરોગ કેમ્પ યોજાશે.

વિવિધ સેવાકીય કાર્યો કરનાર ચલાલાના યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા ગાયત્રી સંસ્કાર કેન્દ્ર, ધારી રોડ ચલાલા ખાતે આગામી તા.૦૮-૦૫-૨૦૨૪ બુધવારના રોજ ૨૬૬મો નેત્રયજ્ઞ, દંતયજ્ઞ, સર્વરોગ કેમ્પનું આયોજન કરેલ છે. રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ તથા જીલ્લા અંધત્વ નિવારણ સમિતિના ઉપક્રમે યોજાનાર આ કેમ્પમાં નિષ્ણાંત ડોક્ટરોની ટીમ સેવા આપશે . પરિમલભાઈ મીનાબેન અતુલભાઈ શ્રુતિ એન્ડ સોહમ તન્ના પરિમલભાઈના ૬૦ માં જન્મદિવસની ઉજવણી નિમિતે – યુ.કે ના આર્થિક સહયોગથી યોજનાર આ કેમ્પમાં દર્દીઓની તપાસ કરી દવા આપવામાં આવશે અને ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીને શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ ખાતે લઇ જઈ ફેકોમશીન દ્વારા ઓપરેશન કરી વિનામૂલ્યે નેત્રમણી મૂકી અદ્યતન સારવાર અને દવા આપવામાં આવશે અને સાથે દર્દીઓએ આધારકાર્ડની ઝેરોક્ષ નકલ સાથે લાવવી . દંતયજ્ઞમાં દાંતના તમામ રોગો જેવા કે દાંત કાઢવા ચાંદી પૂરવી વગેરેની સારવાર વિનામૂલ્યે  કરવામાં આવશે. સર્વરોગ કેમ્પમાં તમામ  પ્રકારના રોગો જેવા કે શ્વાસ, હરસ, મસા, ડાયાબીટીશ, પેટના રોગો, વાના રોગો, વગેરેની સારવાર કરી દવા પણ વીનામુલ્યે આપવામાં આવશે.

હરિબા મહિલા કોલેજમાં દીકરીઓ માટે B. P. E. S( સ્પોટ્સ ), આર્ટસ, કોમર્સ, B.C.A. જેનું પ્રવેશ કાર્ય શરુ છે. ઉપરોક્ત સ્થળે દર મહિનાના બીજા બુધવારે નેત્રયજ્ઞ, દંતયજ્ઞ, તથા સર્વરોગ કેમ્પ યોજાય છે કેમ્પમાં ઉપરોક્ત તમામ સારવાર વિનામુલ્યે મળશે તો ચલાલા અને આજુબાજુના ગામોમાંથી વધુમાં વધુ લોકો લાભ લે તેવું સંસ્થાના વડા પૂ.શ્રી રતિદાદાની એક યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/