fbpx
અમરેલી

માર્ગો પર “સંકલ્પ લઇએ મતદાન કરશું”લખાણ કરી મતદાન માટે આપવામાં આવતો સંદેશ

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં નાગરિકોની ભાગીદારિતા વધે અને મહત્તમ મતદાન થાય એ માટે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી રહી છે. સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન(SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. નાગરિકો પોતે પણ મતદાન કરે અને અન્યને પણ લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા પ્રેરણા આપે એવી અપીલ કરવામાં આવી હતી.

     મતદાન જાગૃતિ માટે હાથ ધરવામાં આવેલી પ્રવૃત્તિઓના ભાગરુપે TIP Nodal જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને કેમ્પસ એમ્બેસેડર સાથે લાઇવ સંવાદ યોજવામાં આવ્યો હતો, જેમાં કેમ્પસ એમ્બેસેડરને મતદાનનું મહત્વ સમજાવી વધુમાં વધુ યુવા મતદાતાઓને મતદાન કરવા માર્ગદર્શન આપવામાં આવે મતદાન માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. 

અમરેલી લોકસભા વિસ્તારમાં ૮૫ થી વધુ વય ધરાવતા વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ નાગરિકો – મતદારો, મતદાન કરી શકે તે માટે તેમને ઘરબેઠાં મતદાન માટેની વ્યવસ્થાઓ ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી છે. ૮૫ થી વધુ વય ધરાવતા અને દિવ્યાંગ નાગરિકોએ મતદાન કરી પોતાનો મતાધિકાર પ્રાપ્ત કર્યો હતો. નાગરિકોએ મતદાન કરી રાષ્ટ્ર પ્રત્યેની તેમની ફરજ એમ બેવડી ભૂમિકા નિભાવી હતી.

     લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ૧૪-અમરેલી લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ગારિયાધાર તાલુકાના ભમરીયા ગામે ગામના રસ્તા પર મતદાન જાગૃતિ માટે જાહેર માર્ગો પર મતદાતાઓને મતદાન માટે જાગૃત કરવા લખાણ “સંકલ્પ લઇએ મતદાન કરશું” કરવામાં આવ્યું હતું. નાગરિકોને મતદાનનું મહત્વ સમજાવવા અને વધુમાં વધુ મતદાન માટે ચૂંટણી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે.

     રાજુલા તાલુકાના મોટા આગરીયા ખાતે ચૂંટણી ફરજ પરના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓને ચુનાવ પાઠશાલા કાર્યક્રમનું આયોજન કરી નાગરિકોને મતદાનનું મહત્વ સમજાવ્યું હતું. પરિવારજનો અને આસપાસના વિસ્તારના નાગરિકોને પણ મતદાન કરવા માર્ગદર્શન આપવામાં આવે અને તેઓ પણ મતદાન માટે જોડાય તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને મહિલાઓને મતનું મૂલ્ય સમજાવી અચૂક મતદાન કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો. નાગરિકોએ મતદાન શપથ લીધા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/