fbpx
અમરેલી

આંકોલડા ગામે 40 વર્ષથી કોંગ્રેસમાં હતા તેવા બળવંત બાપુને ભાજપનો ખેસ પહેરાવતા કસવાલા

આગામી લોકસભાની ચૂંટણી અન્વયે અમરેલી જિલ્લામાં વિવિધ ગામડાઓ, તાલુકાઓ, શહેરોમાં ડોર ટુ ડોર લોક સંપર્ક, જૂથ બેઠક, બુથ બેઠક, પ્રચાર પ્રસાર, સાહિત્ય, પત્રિકા વિતરણ સહિતની કામગીરી વેગવંતી કરવામાં આવી છે ત્યારે સાવરકુંડલા વિધાનસભામાં પ્રથમવાર ચૂંટાયેલા અને પ્રથમવાર ધારાસભ્ય બનેલા લોકપ્રિય આ વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા દ્વારા સતત ગામડાઓનો પ્રવાસ કરવામાં આવી રહ્યો છે અને દરેક ગામોમાં જઈ ચૂંટણી મિટિંગો જોરોશોર થી કરી રહ્યા છે. ખાલપર, આંકોલડા, ફાચરીયા, જેજાદ, ઠવી, વિરડી, નાળ, હિપાવડલી, પીપરડી, ઘોબા, મેકડા, ફિફાદ વગેરે ગામોમાં શ્રી કસવાલા અને તેમની ટીમ દ્વારા મીટીંગ કરવામાં આવી હતી.

આ મિટિંગમાં શ્રી કસવાલા દ્વારા અનુરોધ કરતા જણાવેલ કે, કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા છેલ્લા દસ વર્ષમાં ગરીબોનું કલ્યાણ, દેશનું કલ્યાણના સંકલ્પને સાકાર કરતી અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે વધુમાં તેઓએ જણાવેલ કે દેશવાસીઓનું સામર્થ્ય, સંકલ્પ અને પ્રગતિને કારણે આગામી પાંચ વર્ષ દેશ માટે અસાધારણ વિકાસના રહેશે. 2047નું સપનું સાકાર કરવાની સૌથી મોટી સ્વર્ણિમ ઘડી આવનારા પાંચ વર્ષ છે ત્યારે વિકસિત ભારતના નિર્માણ માટે દેશ જે સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે તેને પૂર્ણ કરવા માટે દેશવાસીઓ આગામી લોકસભાની ચૂંટણીમાં રાષ્ટ્રવાદની વિચારધારા અને વિકાસનો પર્યાય બનેલી ભારતીય જનતા પાર્ટી તરફથી મતદાન કરી રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં સહભાગી બનીએ ત્યારે એક કાર્યકર્તા તરીકે એક જાગૃત નાગરિક તરીકેના આપણા કર્મને સાકાર કરવા આ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના પનોતા પુત્ર અને દેશના લોકલાડીલા પ્રધાન સેવક નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મોદી સરકાર 400ને પાર ના સંકલ્પને પૂર્ણ કરવા કટિબદ્ધ બનીએ. આ મીટીંગ દરમિયાન ઉપસ્થિત અગ્રણીઓએ અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શ્રી ભરતભાઈ સુતરીયા ને ઐતિહાસિક બહુમતીથી વિજય બનાવી દિલ્હીમાં “કમળ” મોકલવા અપીલ કરેલ હતી.

આ મિટિંગમાં શ્રી મહેશભાઈ કસવાલા સાથે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી દિપકભાઈ માલાણી, સાવરકુંડલા તાલુકા ભાજપ અધ્યક્ષ શ્રી જીવનલાલ વેકરીયા, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી રાહુલભાઈ રાદડિયા, ભાજપ અગ્રણી શ્રી લલીતભાઈ બાળધા, સરપંચ એસોસિએશનના પ્રમુખ શ્રી હિતેશભાઈ ખાત્રાણી, તાલુકા પંચાયત સદસ્ય શ્રી પ્રમોદભાઈ રંગાણી, તાલુકા પંચાયતના અધ્યક્ષ શ્રી જીતુભાઈ કાછડીયા, તાલુકા પંચાયતના પૂર્વ અધ્યક્ષ શ્રી મનુભાઈ ડાવરા, સોશિયલ મીડિયા કન્વીનર શ્રી સતીશ મહેતા, સરપંચશ્રીઓ અને દેવદુર્લભ કાર્યકર્તાઓ, આગેવાનો જોડાયા હતા તેમ “અટલધારા” કાર્યાલયની યાદીમાં જણાવાયું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/