fbpx
અમરેલી

SVEEP અને TIP અંતર્ગત મતદાન જાગૃત્તિ કાર્યક્રમો યોજાયા

 લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિ શરુ છે. સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. નાગરિકો પોતે પણ મતદાન કરે અને અન્યને પણ લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા પ્રેરણા આપે એવી અપીલ કરવામાં આવી હતી. લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગુજરાત રાજ્યમાં વધુ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ અંગે વિવિધ પ્રકારની મતદાન જાગૃતિ પ્રવૃત્તિઓના આયોજન કરવા સૂચના આપવામાં આવી છે.

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રીખર્ચ અને TIP નોડલ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને અમરેલીના ગાંધીબાગ ખાતે ફ્લેશ મોબ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકોને વધુમાં વધુ મતદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

રાજુલા તાલુકા ખાતે માર્કેટિંગ યાર્ડ તેમજ બસ સ્ટેન્ડ ખાતે (ફ્લેશ મોબ) Flash Mob કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓમતદાન જાગૃતિ નાટક કાર્યક્રમસિગ્નેચર કેમ્પેઇનમતદાન સેલ્ફી પોઇન્ટ તેમજ મતદારોને મોબાઈલ ફ્લેશ શપથ લેવડાવવામાં આવ્યા.

ધારી તાલુકાના અમૃતપુરરામપુર સાવરકુંડલાના દોલતીભમ્મરલીલીયા તાલુકાના કણકોટ,  ખાતે ચુનાવ પાઠશાળા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અમરેલી સ્થિત સ્માર્ટ બજાર ખાતે ચૂંટણી ફરજ પરના અધિકારીશ્રીઓના અધ્યક્ષસ્થાને ફ્લેશ મોબ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત સાવરકુંડલા ખાતે વિવિધ જગ્યાએ  Flash Mob Dance (ફ્લેશ મોબ ડાન્સ) કરવામાં આવ્યો. કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. તેમને મતદાનનું મહત્વ સમજાવી અચૂક મતદાન કરવા જણાવવામાં આવ્યું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/