fbpx
અમરેલી

મતદાન જાગૃત્તિ અર્થે અમરેલીમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ ‘રન ફોર વોટ’ યોજાશે

૧૪-અમરેલી લોકસભા બેઠક પર આગામી તા.૦૭ મે, ૨૦૨૪ના રોજ મતદાન પ્રક્રિયા યોજાશે. જિલ્લામાં ગત લોકસભાની ચૂંટણી કરતાં વધુ મતદાન થાય તેવા હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી પંચના સઘન અભિયાન અંતર્ગત મતદાન જાગૃત્તિ દોડ (રન ફોર વોટ)નું આયોજન કરવામાં આવ્યું છે.

           આ કાર્યક્રમના સુચારું આયોજન માટે ખર્ચ અને ટર્ન આઉટ ઇમ્પિલિમેન્ટેશન પ્લાન (TIP) નોડલ અધિકારીશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તેમણે વિવિધ વિભાગોને કરવાની થતી કામગીરી વિેશે જણાવી સૂચના આપી હતી. જિલ્લા તેમજ તાલુકા કક્ષાના કાર્યક્રમો માટે પણ તેમણે વિવિધ પાસાઓને આવરી લઇ સમીક્ષા કરી હતી.

     અમરેલી જિલ્લા કક્ષાનો સૂચિત કાર્યક્રમ આગામી તા.૦૪ મે, ૨૦૨૪ના રોજ શનિવારે સાંજે ૬.૦૦ કલાકથી ફોરવર્ડ હાઇસ્કુલના મેદાનમાં યોજવા માટે તૈયારીઓ હાથ ધરવામાં આવશે. 

ખર્ચ અને ટર્ન આઉટ ઇમ્પિલિમેન્ટેશન પ્લાન (TIP) નોડલ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ કહ્યુ કે, ચૂંટણી પંચના દિશા નિર્દેશ મુજબ મતદાર જાગૃત્તિલક્ષી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

રન ફોર વોટ એ કાર્યક્રમમાં શહેરના મુખ્ય માર્ગો પરથી દોડ પસાર થશે. પ્રાંત અધિકારીશ્રીઓ દ્વારા સંબંધિત તાલુકા અને તે વિસ્તારમાં સમાવિષ્ટ નગરપાલિકાઓને આ કાર્યક્રમના આયોજન અંગે માર્ગદર્શન આપશે. તાલુકા કક્ષાએ તાલુકા મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી અને નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી દ્વારા આ દોડનું આયોજન કરવામાં આવશે.

       આ દોડમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, નાગરિકો, સ્વૈચ્છિક સંગઠનો, વેપારી મંડળો, મહિલાઓ, યુવાનો સહિતના જોડાશે.

     આ બેઠકમાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, આદર્શ આચાર સંહિતા સમિતિના નોડલ અધિકારીશ્રી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, ધારી પ્રાંત અધિકારીશ્રી, બગસરા પ્રાંત અધિકારીશ્રી સહિતના વિવિધ કચેરીના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/