fbpx
અમરેલી

રાજુલા-જાફરાબાદ વિસ્‍તારના ફાચરીયા,લોર,પાટી માણસા,મોટા માણસા,છેલણા,હેમાળ,ઘેસપુર નો પ્રવાસ કરી અને જનતાના આશિર્વાદ મેળવતા જેનીબેન ઠુમ્‍મર

અમરેલી-મહુવા-ગારીયાધાર વિસ્‍તારના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન ઈન્‍ડીયા ગઠબંધન તરફથી કોંગ્રેસના મહિલા અને શિક્ષીત ઉમેદવાર જેનીબેન ઠુમ્‍મર આજે રાજુલા-જાફરાબાદ વિસ્‍તારના ગ્રામ્‍ય વિસ્‍તારની જનતાનો આશિર્વાદ લેવા માટે પહોચ્‍યા હતા. જયાં તેમણે જણાવ્‍યુ હતુ કે રાજુલા-જાફરાબાદ વિસ્‍તારનો જોઈએ તેઓ વિકાસ થયો નથી અને આ વિસ્‍તારમાં શિક્ષણ,સ્‍વાસ્‍થ્‍ય,અને રોડ-રસ્‍તા જેવી પ્રાથમિક સુવિધાનો અભાવ છે. ત્‍યો મારી પ્રાથમિકતા રહેશે આ વિસ્‍તારને સારી સ્‍કુલ-કોલેજ- તથા  હોસ્‍પિટલોની સુવિધા મળેઆ ઉપરાંત હું ચંૂટણી હારૂ કે જીતુ પરંતુ ૩૬ ગામોને પ્રભાવિત કરતી કોપર કંપીનાના આંદોલનને મારો ટેકો છે. અને  આ જન જનની લડત છે તેમાં હું પણ મારૂ યોગદાન આપીશ.


આ વિસ્‍તારમાં ખેડૂતો અને માછીમારીનો વ્‍યવસાય કરતા લોકો માટે સરકાર વિકાશ લક્ષી વિશેષ પેકેજ લાવે તેવી મારી માંગણી છે. આ ઉપરાંત હોમગાર્ડ ને દૈનિક રૂા.૭૦૦ અને જીઆરડીને રૂ.પ૦૦ માનદ વેતન મળે વિધવા સહાય રૂ.રપ૦૦  અને વૃઘ્‍ધ સહાય રૂા. રપ૦૦ કરવામાં આવે તેમજ જુની સરકારી કર્મચારીઓ માટે જુની પેન્‍શન સ્‍કિમ લાગુ કરવામાં   તેવી અપીલ હું રાજયના મુખ્‍યમંત્રીને કરૂ છુંખેતી મોંઘી થઈ છે ત્‍યારે ખેડૂતોને વધુમાં વધુ ઉપજના ભાવ મળે તે માટે એમ.એસ.પી. લાગુ કરવામાં આવે અને સ્‍થાનિક કંપનીઓમાં ૭૦% સ્‍થાનિક યુવાનોને નોકરી આપવામાં આવે તેવી અમારી માંગણી છે.
આ ઉપરાંત સાવરકુંડલા,લાઠી અને દામનગર ખાતે ચૂંટણી મઘ્‍યસ્‍થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્‍યુ હતુ. તેમાં વિશાળ સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહૃાા હતા. આ તકે તેમણે જણાવ્‍યુ કે મોંઘવારી અને બે કારીને કારણે અનેક લોકોને આત્‍મ હત્‍યા કરવાની ફરજ પડે છે. ત્‍યારે સરકારે મનરેગાના કામો તાત્‍કાલીક શરૂ કરવા જોઈએ જેથી લોકોને ઉનાળાના કપરા સમયમાં રોજગારી મળી શકે.


સાવરકુંડલા,લાઠી,દામનગર થી લાંબા અંતરની પસેન્‍જર ટ્રેનો શરૂ કરવામાં આવે અને અયોઘ્‍યા,કાશી,ચારધામ યાત્રા તેમજ વંદે ભારત ટ્રેનને પણ આ રૂટ પર દોડાવવામાં આવે તેવી માંરી માંગણી છે. તેમ જેનીબેન ઠુમ્‍મરે જણાવ્‍યુ હતુ.જિલ્‍લા કોંગ્રેસ પક્ષના પ્રમુખ પ્રતાપ દુધાતે વર્તમાન સરકાર પર આકરા પ્રહાર કર્તા જણાવ્‍યુ હતુ કે કોંગ્રેસના સમયમાં ૩૭૦ નો રાધણગેસનો બાટલો મળતો હતો તે ભાજપ સરકારે ૧૧૦૦ નો કર્યો,ખાતર-દવા-બિયારણ પણ મોંઘા કર્યા ખેડૂતોને પોતાની ઉપજના પુરતા ભાવ ભળતા નથી લોકો ખેતી છોડી રહૃાા છે. ત્‍યારે કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા ચૂંટણી ગેરંટીને પ્રતાપભાઈ દુધાતે વાચી સંભળાવ્‍યો હતો.  જેમાં યુવાનો માટે  કેન્‍દ્ર સરકાર ના સરકારી વિભાગોમાં ૩૦ લાખ નોકરીઓની જગ્‍યા ખાલી છે. તે સરકાર આવતા તુરંત ભરવામાં આવશે.રપ વર્ષ ઓછી ઉમરના યુવાનો ગ્રેન્‍જયુએટ અને ડીપ્‍લોમાં ડીગ્રી ધારકોને એપ્રેન્‍ટીશ એકટ મુજબ ૧ વર્ષ સુધી રૂા. ૧ લાખ આપવામાં અવશે, અને અગ્નિપથ યોજનામાં ૪ વર્ષની નોકરી આપવામાં આવે છે. તે પુનઃ જુની પઘ્‍ધતી મુજબ કરવમાં આવે છે.સરકારી નોકરીઓમાં પેપરલીક થાય તેની સામે સખત કાયદો, ખેડૂતો : ખેડૂતો માટે  જણસના ભાવની મીનીમમ ગેરંટી એટલે એમ.એસ.પી.ની કાનુંની ગેરંટી,ખેડૂતોનું દેવા માફી,ખેડૂતોનું બિયાર,દવા અને ખેતીના સંશાધનોમાં જી.એસ.ટી.માંથી મુકિત, બહેનો માટે : ગરીબ પરિવારની મુખ્‍ય બહેનને વાર્ષિક રૂ.૧ લાખ,અને સરકારી નોકરીમાં પ૦% આરક્ષણ, મજુરો માટે :-મનરેગા અંતર્ગત થતા રાહત કામોમાં રૂા.૪૦૦ સુધી રોજી કરવામાં આવશે.,જોમેટો,સ્‍વીગી,કુરીયર જેવી કંપનીમાં કામ કરવા વાળા લોકોને સમાજિક સુરક્ષા આપવામાં આવશે. અને રૂા.રપ લાખ સુધી આરોગ્‍ય સેવાઓ અને દવા આપવામાં આવશે.ન્‍યાય :આર્થિક અને જાતીગત  જન સંખ્‍યા ગણના થશે.જલ-જંગલ-જમીનનો કાનૂની હક વન અધિકાર વાળા કાનુન ૧ વર્ષમાં ફેસલો,વન અધિકાર અધિનિયમ લાગુ કરવામાં આવશે.આદિવાસીત બહુમતિ વાળા વિસ્‍તારોમાં અધસિુચિત થાશે


આ તકે ઉપસ્‍થિત કોંગ્રેસ આગેવાનોમાં જિલ્‍લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત,આપના પ્રમુખ નિકુંજભાઈ સાવલીયા,પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુમ્‍મર,પૂર્વ પ્રમુખ ઠાકરશીભાઈ મેતલીયા,ડી.કે.રૈયાણી,શંભુભાઈ દેસાઈ,અરજુનભાઈ સોસા,કાંતિભાઈ સતાસીયા,ટીકુભાઈ વરૂ,જીતુભાઈ અડતાલાવાળા,ચંદ્રશભાઈ રવાણી,હસુભાઈ સુચક,હસુભાઈ બગડા,નિતીભાઈ ત્રિવેદી,ખોડભાઈ માળવીયા,બહાદુરભાઈ બેરા,વિજયભાઈ કોગથીયા,વિજયભાઈ શેખલીયા,રમેશભાઈ પમાર,ભાવિન ગોસાઈ,જગદીશભાઈ દેથળીયા,ભીખાભાઈ દેવાણી,દિનેશભાઈ હાથીગઢ,ભરતભાઈ ગીડા,નિતીનભાઈ ડુંગરીયા,કાંતિભાઈ ડુંગરીયા,જીવરાજભાઈ પરમાર,ગાંગાભાઈ હડીયા,જે.ડી.કાછડ,હાર્દિક કાનાણી,આંબાભાઈ કાકડીયા,ભરતભાઈ હપાણી,સુખાભાઈ વાળા(અમરાપુર),અજયભાઈ બી. ખુમાણ(સા.કુંડલા),હમુન્‍નાભાઈ જુઠાણી,નરેશભાઈ અઘ્‍યારૂ,રફીકભાઈ મોગલ,ભરતભાઈ લાડોલા,પ્રહલાદ સોલંકી,બી.કે.સોળીયા, જિલ્‍લા મહિલા કોંગ્રેસ પ્રમુખ મીનાબેન  સોંડાગર ,સહિત વિશાળ સંખ્‍યામા બહેનો અને યુવાનો આ મિટીંગ અને ઉદઘાટન પ્રસંગે ઉપસ્‍થિત રહૃાા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/