fbpx
અમરેલી

સાવરકુંડલા શ્રી તાનારીરી સંગીત વિદ્યાલયમાં સંગીતની પ્રાયોગિક પરીક્ષા યોજાઈ હતી

તાનારીરી સંગીત વિદ્યાલયમાં એપ્રિલ ૨૦૨૪માં દ્વિતીય સત્રની પ્રાયોગિક પરીક્ષા યોજવામાં આવી હતી. જેમાં નાના-મોટા બાળકો અને ગૃહિણીઓએ પણ પરીક્ષા આપી હતી. બાળકોમાં પરીક્ષાનો આનંદ પણ ખુબ જોવા મળ્યો હતો. માધવ સંગીત વિદ્યાલયના બાળકોએ પણ પરીક્ષામાં ભાગ લીધો હતો.

આ પરીક્ષા  શિવાનીબહેન વ્યાસ અમરેલી દ્વારા લેવામાં આવી હતી. સાથે જ તેમના પતિ અને કલાના ચાહક એવા શ્રી વિપુલભાઈ વ્યાસ (પ્રિન્સિપાલ-નુત્તન મિડલ સ્કુલ અમરેલી) પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે બાળકોની સંગીત પ્રત્યેની લગન અને મહેનત જોઈને બાળકોને ખુબ પ્રોત્સાહિત પણ કર્યા હતા. શિવાની બહેનના સહજ અને સરળ સ્વભાવને લીધે બાળકોનો આનંદ પણ વધ્યો હતો.

હાલ વધતા જતા માનસિક તાણ અને સ્ટ્રેસના સમયમાં માત્ર સંગીત સાધના અને ધ્યાન જ છે જે વ્યક્તિના ચિત્તને શાંતિ અને દિવ્યાનંદની અનુભૂતિ આપે છે, અને વ્યક્તિને માનસિક રીતે, કાર્યક્ષેત્રે તેમજ દરેક રીતે સ્થિરતા આપીને સમગ્ર જીવનને લયબધ્ધતા આપે છે. નાદબ્રહ્મની ઉપાસનાથી પરમતત્વને પણ પામી શકાય છે. ભગવાન શ્રી રામકૃષ્ણ પરમહંસ, નરસિંહ મહેતા, મીરાબાઈ વગેરે એના જગપ્રસિદ્ધ ઉદાહરણો છે… માટે સંગીત અને ધ્યાનને માત્ર કોઈ પ્રવૃત્તિ નહિ સમજતા એક સાધના-ઉપાસના સમજવી જોઈએ અને એનાથી પ્રાપ્ત થતા સુક્ષ્મ લાભોનો પણ અનુભવ દરેકે કરવો જોઈએ એમ તાનારીરી સંગીત વિદ્યાલયના સંગીત ટીચર (સંગીત ગુરૂ) શ્રી ભક્તિબહેન પરમારે જણાવ્યું હતું. જો કે અત્યારના સમયના આટલા બધા વ્યસ્ત જીવનની વચ્ચે પણ અનેક વાલીઓ પોતાના બાળકને નિયમિત રીતે સંગીત વર્ગમાં પહોચાડે છે, સંગીતનું મહત્વ અને તપસ્યાને સમજે છે, 

તેમજ અમુક વાલીઓ અને ગૃહિણીઓ તો પોતે પણ આટલી વ્યસ્તતા છતાં સંગીતક્લાસમાં જોડાય છે અને સમય આપે છે તે વસ્તુ ખરેખર ખુબ પ્રશંસનીય અને ધન્યવાદને પાત્ર છે તેમ શ્રી ભક્તિબહેન પરમારે જણાવ્યું હતું. આ પરીક્ષામાં ઉપસ્થિત રહેવા બદલ શ્રી વિપુલભાઈ વ્યાસનો તેમજ સહકાર બદલ શ્રી અરવિંદભાઈ શેલડિયા, શ્રી શિવાનીબહેન વ્યાસ, સંજયભાઈ કામળીયા, કમલભાઈ શેલાર, શિલ્પાબેન રાઠોડ, વિનોદભાઈ રાઠોડ વગેરે પ્રત્યે ભક્તિબહેને ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો, તેમજ વધતા જતા અભ્યાસના ભારણ વચ્ચે પણ આટલી લગન અને ઉત્સાહથી સંગીત શીખવા અને પરીક્ષા આપવા બદલ બધા વિદ્યાર્થીઓને પણ ભક્તિબહેને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/