fbpx
અમરેલી

ગારીયાધાાર-જેસર વિસ્‍તારના લોકોને વધુમાં વધુ રોજગારી મળે તે માટે મારા પ્રયત્‍નો રહેશે : જેનીબેન ઠુમ્‍મર

ગારીયાધાર-જેસર  વિસ્‍તારમાં શૈક્ષણિક સંકુલ અને સારી હોસ્‍પિટલનું નિર્માણ થાય તેવી મારી પ્રાથમિકતા : જેનીબેન ઠુમ્‍મરઅમરેલી,અમરેલી-મહુવા-ગારીયાધાર વિસ્‍તારના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન ઈન્‍ડીયા ગઠબંધન તરફથી કોંગ્રેસના મહિલા અને શિક્ષીત ઉમેદવાર જેનીબેન ઠુમ્‍મર આજે  ગારીયાધાર-જેસર વિસ્‍તારના પ્રવાસે હતા જયા તેમણે ગારીયાધાર ખાતે રોડ શો યોજયો હતો અને જેસર અને ગારીયાધારના કાર્યલયનું પ્રારંભ કરવામાં આવ્‍યો હતો


આ તકે જેનીબેન ઠુમ્‍મરે જણાવ્‍યુ હતુ કે ગારીયાધાર- જેસર વિસ્‍તારમાં મુખ્‍યત્‍વે ખેતી અને હિરા ઉદ્યોગનથી રોજગારી મળે છે. ત્‍યારે સરકાર હિરા ઉદ્યોગને પ્રોત્‍સાહન આપે અને હિરા વિકાસ નિગમની સ્‍થાપના કરે આ ઉપરાંત આ વિસ્‍તારના ખેડૂતોને ખેતીમાં પાક વિમો પુનઃ શરૂ કરવામાં આવે આ ઉપરાંત ખાતર-બિયારણ પર વધારના ટેકસ નાબૂદ કરવામાં આવે તેવી રાજય અને કેન્‍દ્ર સરાર પાસે માંગણી છે.
આ વિસ્‍તારમાં વિધવા સહાય રપ૦૦ અને વિકલાગ સહાય રૂા. રપ૦૦ તેમજ વૃઘ્‍ધ પેન્‍શન સહાય રૂા. રપ૦૦ કરવામાં આવે તેવી અમારી રાજય સરકાર પાસે માંગણી છે. આ ઉપરાંત હોમગાર્ડ ના જવાનોને રૂા.૭૦૦ અને જી.આર.ડી.ના જવાનોને રૂ.પ૦૦ દૈનિક પગાર ભથ્‍થુ કરવામાં આવે તેવી અમારી માંગણી છે.
આ ઉપરાંત લારી,અને વાહન દ્વારા રોજગાર મેળવતા લોકો માટે સરકાર વિમા કવચ આપે અને તેમને માસિક રૂ. ૧ હજાર સહાય મળે તેવી અમારી માંગણી છે.
અમેરલી જિલ્‍લા સહિત સમગ્ર વિસ્‍તારમાં ફજ બજાવતા આગંણવાડી,હેલ્‍થ વર્કર અને શિક્ષકોને વધારાની નોકરી આપવાના બદલે તેમને તેમની જ ફરજ સોપવામાં આવે દરેક ગ્રામ્‍ય લેવલે સ્‍કુલ શિક્ષકોની અછત દૂર કરવામાં આવે અને આ વિસ્‍તારમાં સારી શૈક્ષણિક સંસ્‍થા ઓ અને આરોગ્‍ય લક્ષી હોસ્‍પિટલો શરૂ કરવામાં આવે તેવી મારી પ્રાથમિકતા રહેશે.


જેસર વિસ્‍તારમાં સારમાં સારો એસ.ટી.ડેપો બને તે માટે અમારા પ્રયત્‍નો રહેશે.કોંગ્રેસના સમયમાં ૩૭૦ નો રાધણગેસનો બાટલો મળતો હતો તે ભાજપ સરકારે ૧૧૦૦ નો કર્યો,ખાતર-દવા-બિયારણ પણ મોંઘા કર્યા ખેડૂતોને પોતાની ઉપજના પુરતા ભાવ ભળતા નથી લોકો ખેતી છોડી રહૃાા છે. ત્‍યારે કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા ચૂંટણી ગેરંટીને પ્રતાપભાઈ દુધાતે વાચી સંભળાવ્‍યો હતો.  જેમાં યુવાનો માટે  કેન્‍દ્ર સરકાર ના સરકારી વિભાગોમાં ૩૦ લાખ નોકરીઓની જગ્‍યા ખાલી છે. તે સરકાર આવતા તુરંત ભરવામાં આવશે.રપ વર્ષ ઓછી ઉમરના યુવાનો ગ્રેન્‍જયુએટ અને ડીપ્‍લોમાં ડીગ્રી ધારકોને એપ્રેન્‍ટીશ એકટ મુજબ ૧ વર્ષ સુધી રૂા. ૧ લાખ આપવામાં અવશે, અને અગ્નિપથ યોજનામાં ૪ વર્ષની નોકરી આપવામાં આવે છે.

તે પુનઃ જુની પઘ્‍ધતી મુજબ કરવમાં આવે છે.સરકારી નોકરીઓમાં પેપરલીક થાય તેની સામે સખત કાયદો, ખેડૂતો : ખેડૂતો માટે  જણસના ભાવની મીનીમમ ગેરંટી એટલે એમ.એસ.પી.ની કાનુંની ગેરંટી,ખેડૂતોનું દેવા માફી,ખેડૂતોનું બિયાર,દવા અને ખેતીના સંશાધનોમાં જી.એસ.ટી.માંથી મુકિત, બહેનો માટે : ગરીબ પરિવારની મુખ્‍ય બહેનને વાર્ષિક રૂ.૧ લાખ,અને સરકારી નોકરીમાં પ૦% આરક્ષણ, મજુરો માટે :-મનરેગા અંતર્ગત થતા રાહત કામોમાં રૂા.૪૦૦ સુધી રોજી કરવામાં આવશે.,જોમેટો,સ્‍વીગી,કુરીયર જેવી કંપનીમાં કામ કરવા વાળા લોકોને સમાજિક સુરક્ષા આપવામાં આવશે. અને રૂા.રપ લાખ સુધી આરોગ્‍ય સેવાઓ અને દવા આપવામાં આવશે.ન્‍યાય :આર્થિક અને જાતીગત  જન સંખ્‍યા ગણના થશે.જલ-જંગલ-જમીનનો કાનૂની હક વન અધિકાર વાળા કાનુન ૧ વર્ષમાં ફેસલો,વન અધિકાર અધિનિયમ લાગુ કરવામાં આવશે.આદિવાસીત બહુમતિ વાળા વિસ્‍તારોમાં અધસિુચિત થાશેઆ તકે ઉપસ્‍થિત આગેવાનોમાં ધારાસભ્‍ય સુધીરભાઈ વાઘાણી,તાલુકા કોંગ્રેસ પ્રમુખ મહાવિરસિંહ ગોહિલ, શહેર પ્રમુખ ગોવિંદભાઈ મારડીયા,બી.એમ.માંગુકીયા સાહેબ,પી.એમ.ખેની.સાહેબ,હરજીભાઈ વણજારા,અજીતસિંહ ગોહિલ,ગીરીરાજસિંહ ગોહિલ,હબીબખાન બ્‍લોચ,વલ્‍લભભાઈ માણીયા,દિવ્‍યેશભાઈ ચાવડા,માધુભાઈ માણીયા,અશોકભાઈ ભરોળીયા,ભીખાભાઈ મુંઝાણી,કનુભાઈ લુખી,પ્રવિણભાઈ સાવલીયા,બાલાભાઈ ઝાલાવડીયા,પ્રવિણભાઈ ઝાલા,હિમતભાઈ ઢાકેચા,આર.કે ચૌહાણ,હિમતભાઈ માણીયા,રમેશભાઈ પાળીયાદ્રા,ઘનશ્‍યામભાઈ જવાણી,ફિરોઝભાઈ કાસમણી,અશરફભાઈ જોગીયા,સમીર પઠાણ,વાહીદભાઈ,સુરેશભાઈ, સહિત બહેનો વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત રહૃાા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/