fbpx
અમરેલી

ધારીમાં યુવાનોએ વોલીબોલ રમી નાગરિકોને મતદાન કરવાનો આપ્યો સંદેશ

ગ્રામ્ય કક્ષાએ યુવાનોને એક તાંતણે બાંધતી રમતોને લોકશાહીના પર્વ સાથે સાંકળી મતદાન કરવા માટે પ્રેરણા આપવાના અમરેલી જિલ્લા ચૂંટણી તંત્રના સરાહનીય પ્રયાસના ભાગરુપે ધારી ખાતે વોલીબોલ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ સમગ્ર ગામને આગામી તા.૭ના રોજ મતદાન કરવા જવા માટે સંદેશો આપ્યો હતો. મતદાર જાગૃતિ માટે જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. નાગરિકો પોતે પણ મતદાન કરે અને અન્યને પણ લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા પ્રેરણા આપે એવી અપીલ કરવામાં આવી હતી. મતદાન જાગૃત્તિ અંતર્ગત ધારી તાલુકા પંચાયત ખાતે વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ હતી. વોલીબોલ ટુર્નામેન્ટમાં ૬ ટીમે ઉત્સાહપૂર્વક જોડાઇ મતદાન જાગૃત્તિનો સંદેશ પ્રસરાવ્યો હતો. ખેલાડીઓએ મતદાન કરવા અને અન્ય પાંચ વ્યક્તિઓને મતદાન કરાવવા માટે સંકલ્પ લીધો હતો. આ તકે ધારી પ્રાંત અધિકારી શ્રી, ધારી તાલુકા મામલતદારશ્રી અને ધારી તાલુકા વિકાસ અધિકારીશ્રીએ ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું. વોલીબોલની રમતને સાથે મતદાન જાગૃત્તિ અને ઉપસ્થિત સર્વેએ મતદાનનો સંકલ્પ લીધો હતો.

        મતદાન જાગૃત્તિ અભિયાન અંતર્ગત ખાંભા ખાતે વેપારીઓએ મતદાન માટે અનુરોધ કર્યો હતો.  ખાંભા વેપારી એસોશિએશનના વેપારીઓએ અચૂક મતદાનના શપથ લીધા હતા. એક વ્યક્તિ મતદાન કરશે અને તે મતદાન માટે અન્ય પાંચ નાગરિકને મતદાન માટે સમજૂત કરશે તે માટે વેપારીઓએ પોતાની તૈયારીઓ બતાવી હતી. મતદાન જાગૃત્તિ અર્થે ખાંભાના ગાંધી ચોક, બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં મતદાન જાગૃત્તિના બેનરો લગાવવામાં આવ્યા હતા.

      જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રંગોળી કરી મતદાતાઓને મતદાન માટે જાગૃત્ત કરવામાં આવ્યા. ‘વોટ ફોર ઇન્ડિયા, ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ તા.૭ મે, ૨૦૨૪’, ‘માય વોટ ઇઝ માય ફયુચર’ જેવા સૂત્રો સાથે આકર્ષક રંગોળી કરી મતદાન માટે અપીલ કરવામાં આવી હતી.

      મતદાન માટે જાગૃત્ત કરવાના ઉદ્દેશ્ય સાથે અમરેલી જિલ્લાના અમરેલી, લાઠી, બાબરા, લીલીયા, કુંકાવાવ, બગસરા, જાફરાબાદ, ખાંભા, રાજુલા, ધારી અને સાવરકુંડલા ખાતે રન ફોર વોટ કાર્યક્રમ યોજાશે. તા.૪ મે, ૨૦૨૪ને શનિવારના રોજ યોજાનાર રન ફોર વોટમાં ચૂંટણી ફરજ પરના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ જોડાશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/