fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં રૂપિયા 25 કરોડના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) માં નબળા કામની ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદ

સાવરકુંડલા નગરપાલિકાના ગત ટર્મ ના શાસકો દ્વારા રૂપિયા 24 કરોડના ભ્રષ્ટાચારની ખૂબ જ ફરિયાદ થવા પામી હતી. આ અંગે પ્રાદેશિક કમિશનર ભાવનગર દ્વારા મહદ અંશે નાણાની રિકવરી અને બીજા ઘણા પગલાં પણ ભરવામાં આવેલ છે. જેને હજુ થોડો સમય થયો છે, ત્યાં ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની (GUDC) ની યોજના અંતર્ગત સાવરકુંડલા શહેરના અમરેલી રોડ ખાતે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) નું રૂપિયા 25 કરોડ જેટલી રકમ નું પાણી શુદ્ધ કરવાનું કામ અંકિતા કન્સ્ટ્રક્શન કંપની અમદાવાદ દ્વારા થઈ રહ્યું છે, જેના દ્વારા સાવરકુંડલા નગરપાલિકાના રૂપિયા 24 કરોડના ભ્રષ્ટાચાર નો રેકોર્ડ તોડવાની સ્પર્ધા કરવામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે, કેમકે આ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામમાં સાવ લોટ પાણી અને લાકડા જેવો ઘાટ સર્જાય રહ્યો છે. આ કામના ટેન્ડરની સ્ટીલ ડિઝાઇન મુજબ કામ થતું નથી, તેમજ ઉભા કરેલા કોલમમાં સ્ટીલ યોગ્ય પ્રમાણે નાખવામાં આવતું નથી, અને આ કામમાં કોટેડ સ્ટીલ નાખવાનું હોય છે, તેના બદલે ડમી સ્ટીલ લાવી સ્થળ ઉપર કલર કરી વાપરવામાં આવે છે.

તેમજ એમાં વપરાતી સિમેન્ટ પણ મીની પ્લાન્ટ ની વાપરે છે. આ યોજનામાં સિમેન્ટ કોન્ક્રીટ કરવા માટે પેચિંગ પ્લાન્ટ હોવો જોઈએ તેના બદલે સામાન્ય મિલરથી માલ બનાવી વાપરે છે. તદઉપરાંત કોલમ ફાઉન્ડેશન ની ઊંડાઈ ઘણી ઓછી છે, કોલમની નીચે ફુટિંગની જાળીની સાઈઝ ઘણી ઓછી રાખેલ છે, લોખંડ પ્રમાણ કરતા ઓછું વાપરવામાં આવી રહ્યું છે, કોલમમાં વપરાતી રીંગ પણ યોગ્ય સેન્ટરે બાંધવામાં આવતી નથી. આ કામમાં વપરાતા સ્ટીલ સ્ટાન્ડર્ડ કંપનીની જગ્યાએ લોકલ કંપનીનું વાપરવામાં આવી રહ્યું છે, તેમજ આ કામ જાણે રામ ભરોસે ચાલતું હોય તેમ સ્થળ ઉપર કંપની માન્ય એન્જિનિયર હાજર હોતા નથી. આમ સાવરકુંડલાની જનતાના નસીબમાં આવી ભ્રષ્ટાચારી એજન્સી જ કામ કરવા આવતી હોય તેવું લાગી રહ્યું છે. આ અગાઉ શહેરના રસ્તાના કામમાં, ગટરના કામમાં, ડામરના કામમાં, ડમ્પિંગ સાઇટની દીવાલના કામમાં, ગુજરાત ગેસ કંપનીના પાઇપલાઇન નાખવાના કામમાં વિગેરે કામમાં એજન્સીઓ દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર કરી સાવરકુંડલા શહેરની હાલત દયનીય સ્થિતિમાં કરી મુકેલ છે, ત્યારે હવે આ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ના રૂપિયા 24 કરોડના કામમાં પણ અંકિતા કન્સ્ટ્રક્શન કંપની અમદાવાદ દ્વારા હલકી ગુણવત્તાના મટીરીયલ્સ થી નબળું કામ કરી ભ્રષ્ટાચાર ચાલુ કરવામાં આવી રહ્યો છે, ત્યારે સાવરકુંડલા શહેર ભાજપ પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલ દ્વારા આ અંગે સરકારમાં ઉચ્ચ સ્તરે ફરિયાદ કરી આ યોજના નું નબળું કામ અટકાવી નાણા ન ચૂકવવા રજૂઆત કરેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/