fbpx
અમરેલી

સાવરકુંડલા ના એડવોકેટ અને ગુજરાત એન.એસ.યુ.આઈ. ના ઉપ પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર પાઠવી યુનિવર્સિટીઓમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન માં સમય વધારવાની માંગ કરી.

સાવરકુંડલા તાલુકાના જાગૃત યુવાન એડવોકેટ અને ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ.ના ઉપપ્રમુખ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ને G.C.A.S.માં એડમિશન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે હજુ એક અઠવાડિયાનો સમય વધારવામાં આવે તેવી પત્ર પાઠવી માંગ કરવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ.ના ઉપપ્રમુખ કેતન ખુમાણ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર મારફતે રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં જણાવાયું છે કે આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની તમામ યુનિવર્સિટી તેમજ ડિપ્લોમા એડમિશન માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ માં પોતાનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું ફરજિયાત કર્યું છે ત્યારે ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ પહેલીવાર આ પોર્ટલનો ઉપયોગ કરી રહ્યા હોય અને આ પોર્ટલમાં લોડ વધવાના કારણે પોર્ટલ ચાલતી ન હોય જેના કારણે વિદ્યાર્થીઓ પોતાના ફોર્મ ભરી શકતા નથી.

ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે નો છેલ્લો દિવસ નક્કી કરવામાં આવ્યો હોય તેમજ લાખો વિદ્યાર્થીઓને હજુ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું બાકી છે. રજિસ્ટ્રેશન કરવામાં ટેક્નિકલ ખામી પણ વારંવાર સર્જાતી હોય તેમજ વારંવાર એરર આવી જતી હોય છે જેથી પોર્ટલમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની તારીખ એક અઠવાડિયા સુધી લંબાવવા આવે અને ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત ન રહે તેની વ્યવસ્થા ગોઠવવા આવે અને જો રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવામાં ન આવે તો આવતા દિવસોમાં એન.એસ.યુ.આઈ. દ્વારા શિક્ષણ મંત્રાલય નો ઘેરાવ કરવા માટેની ચીમકી પણ ઉચ્ચારી દેવાઈ છે.

ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ. ઉપપ્રમુખ કેતન ખુમાણ દ્વારા ગુજરાતમાં આ વર્ષે રાજ્ય સરકારમાં વિદ્યાર્થીઓ માટે સરકારના પોર્ટલમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન માં ફોર્મ ભરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. જેમાં સતત એરર આવે છે.જેના કારણે એક અઠવાડિયાનો સમય વધારવામાં આવે લાખો વિદ્યાર્થી એડમીશન થી વંચિત ન રહે સરકાર એ ધ્યાન રાખવું જોઈએ. સરળતાથી ફોર્મ ભરી શકે એક વિદ્યાર્થીને આખો દિવસ ફોર્મ ભરતા થાય ત્યારે લાખો વિદ્યાર્થી એક સાથે ફોર્મ ભરતા હોય છે. રાજ્ય સરકાર દ્વારા જો એક અઠવાડિયાનો સમય વધારવામાં નહિ આવે તો એન.એસ.યુ.આઈ. દ્વારા શિક્ષણ મંત્રાલય નો ઘેરાવ કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/