fbpx
અમરેલી

શાંતિપૂર્ણ વાતાવરણમાં અમરેલી લોકસભા મતવિસ્તારની મતગણતરી પ્રક્રિયા સંપન્ન

ચૂંટણી તંત્ર દ્વારા અમરેલી સ્થિત પ્રતાપરાય આર્ટ્સ કોલેજ ખાતે લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત મતગણતરીનું કાર્ય શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું.

લોકસભા સામાન્ય ચૂંટણીના ત્રીજા તબક્કામાં સમાવિષ્ટ અમરેલી લોકસભા મતવિસ્તારમાં તા.૦૭ મે, ૨૦૨૪ને મંગળવારના રોજ મતદાન યોજાયું હતું. અમરેલી લોકસભા મતવિસ્તારમાં અલગ-અલગ પાર્ટી અને અપક્ષ સહિત ૦૮ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

        તા.૦૪ જૂન, ૨૦૨૪ના રોજ કડક અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારના ૮.૦૦ વાગ્યાથી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, લોકસભા મતવિસ્તારના નિરીક્ષકશ્રીઓ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અને ઉમેદવારોની હાજરીમાં સ્ટ્રોંગરુમનું સીલ ખોલી મત ગણતરી કાર્ય શરુ થયું હતું. દરેક વિધાનસભા બેઠક દીઠ મદદનીશ રિટર્નિંગ ઓફીસરશ્રીની હાજરીમાં અને  દેખરેખમાં રાઉન્ડ વાઈઝ મતગણતરીનું કાર્ય સંપન્ન થયું હતું.

       ૧૪-અમરેલી લોકસભા મતવિસ્તારમાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર શ્રી ચૌહાણ રવજીભાઈ મૂળાભાઈને ૯૪- ધારી-બગસરા-ખાંભા વિધાનસભા મતવિસ્તારમાંથી ૧,૦૩૫, ૯૫-અમરેલી-વડિયા-કુંકાવાવ વિધાનસભા મત વિસ્તારમાંથી ૧,૧૯૬, ૯૬-લાઠી-બાબરા વિધાનસભા મતવિસ્તારમાંથી ૧૦૪૩, ૯૭-સાવરકુંડલા-લીલીયા વિધાનસભા મત વિસ્તારમાંથી ૧,૧૦૦, ૯૮-રાજુલા-જાફરાબાદ વિધાનસભા મતવિસ્તારમાંથી ૧,૩૨૦, ૯૯-મહુવા વિધાનસભા મત વિસ્તારમાંથી ૯૮૫, ૧૦૧-ગારિયાધાર વિધાનસભા મતવિસ્તારમાંથી ૮૦૭,  પોસ્ટલ મતદાનમાં ૫૭  મત મળ્યા હતા જ્યારે કુલ ૭,૫૪૩ મત મળ્યા હતા.

         ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર શ્રી જેનીબેન ઠુંમરને ૯૪-ધારી-બગસરા-ખાંભા વિધાનસભા મતવિસ્તારમાંથી ૩૩,૭૩૬, ૯૫-અમરેલી-વડિયા-કુંકાવાવ વિધાનસભા મત વિસ્તારમાંથી ૪૯,૩૫૩, ૯૬-લાઠી-બાબરા વિધાનસભા મતવિસ્તારમાંથી ૩૬,૬૦૭, ૯૭-સાવરકુંડલા-લીલીયા વિધાનસભા મત વિસ્તારમાંથી ૩૭,૮૬૪, ૯૮-રાજુલા-જાફરાબાદ વિધાનસભા મત વિસ્તારમાંથી ૩૪,૨૩૨, ૯૯-મહુવા વિધાનસભા મત વિસ્તારમાંથી ૩૩,૦૮૯, ૧૦૧-ગારિયાધાર વિધાનસભા મત વિસ્તારમાંથી ૩૩,૩૫૦,  પોસ્ટલ મતદાનમાં ૧,૫૭૩ અને કુલ ૨,૫૯,૮૦૪ મત મળ્યા હતા.

        ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી ભરતભાઈ મનુભાઈ સુતરિયાને ૯૪-ધારી-બગસરા-ખાંભા વિધાનસભા મત વિસ્તારમાંથી ૬૪,૧૭૧, ૯૫-અમરેલી-વડિયા-કુંકાવાવ વિધાનસભા મત વિસ્તારમાંથી ૮૪,૩૭૭, ૯૬-લાઠી-બાબરા વિધાનસભા મત વિસ્તારમાંથી ૭૩,૧૬૬, ૯૭-સાવરકુંડલા-લીલીયા વિધાનસભા મત વિસ્તારમાંથી ૭૬,૨૦૧, ૯૮-રાજુલા-જાફરાબાદ વિધાનસભા મત વિસ્તારમાંથી ૧,૦૪,૦૧૪, ૯૯-મહુવા વિધાનસભા મત વિસ્તારમાંથી ૧,૦૫,૯૩૨, ૧૦૧-ગારિયાધાર વિધાનસભા મત વિસ્તારમાંથી ૬૯,૯૫૯, પોસ્ટલ મતદાનમાં ૩,૦૫૨ અને કુલ ૫,૮૦,૮૭૨ મત મળ્યા હતા.

      ગ્લોબલ રિપબ્લ્કિન પાર્ટીના શ્રી વિક્રમભાઈ સાંખટને ૯૪-ધારી-બગસરા-ખાંભા વિધાનસભા મત વિસ્તારમાંથી ૬૦૫, ૯૫- અમરેલી-વડિયા-કુંકાવાવ વિધાનસભા મત વિસ્તારમાંથી ૪૮૬, ૯૬-લાઠી-બાબરા વિધાનસભા મત વિસ્તારમાંથી ૫૫૬, ૯૭-સાવરકુંડલા-લીલીયા વિધાનસભા મત વિસ્તારમાંથી ૫૮૫, ૯૮-રાજુલા-જાફરાબાદ વિધાનસભા મત વિસ્તારમાંથી ૧,૨૫૨, ૯૯-મહુવા વિધાનસભા મત વિસ્તારમાંથી ૮૯૧, ૧૦૧-ગારિયાધાર વિધાનસભા મત વિસ્તારમાંથી ૫૮૩,  પોસ્ટલ મતદાનમાં ૫૧ અને કુલ ૫,૦૦૯ મત મળ્યા હતા.

      અપક્ષ ઉમેદવાર શ્રી પ્રિતેષભાઈ ચૌહાણને ૯૪-ધારી-બગસરા-ખાંભા વિધાનસભા મત વિસ્તારમાંથી ૨૧૦, ૯૫-અમરેલી-વડિયા-કુંકાવાવ વિધાનસભા મત વિસ્તારમાંથી ૧૮૦, ૯૬-લાઠી-બાબરા વિધાનસભા મત વિસ્તારમાંથી ૨૦૬, ૯૭-સાવરકુંડલા-લીલીયા વિધાનસભા મત વિસ્તારમાંથી ૨૨૨, ૯૮-રાજુલા-જાફરાબાદ વિધાનસભા મત વિસ્તારમાંથી ૩૧૯, ૯૯-મહુવા વિધાનસભા મત વિસ્તારમાંથી ૩૩૭, ૧૦૧-ગારિયાધાર વિધાનસભા મત વિસ્તારમાંથી ૨૮૫, પોસ્ટલ મતદાનમાં ૨૧ અને કુલ ૧,૭૮૦ મત મળ્યા હતા.

       અપક્ષ ઉમેદવાર શ્રી પૂંજાભાઈ બાવભાઈ દાફડાને ૯૪-ધારી-બગસરા-ખાંભા વિધાનસભા મત વિસ્તારમાંથી ૪૭૧, ૯૫- અમરેલી-વડિયા-કુંકાવાવ વિધાનસભા મત વિસ્તારમાંથી ૨૧૫, ૯૬-લાઠી-બાબરા વિધાનસભા મત વિસ્તારમાંથી ૨૭૦, ૯૭-સાવરકુંડલા-લીલીયા વિધાનસભા મત વિસ્તારમાંથી ૩૭૦, ૯૮-રાજુલા-જાફરાબાદ વિધાનસભા મતવિસ્તારમાંથી ૬૨૧, ૯૯-મહુવા વિધાનસભા મત વિસ્તારમાંથી ૩૭૫, ૧૦૧-ગારિયાધાર વિધાનસભા મતવિસ્તારમાંથી ૨૭૬, પોસ્ટલ મતદાનમાં ૨૩ અને કુલ ૨,૬૨૧ મત મળ્યા હતા.

      અપક્ષ ઉમેદવાર શ્રી બાવકુભાઈ અમરૂભાઈ વાળાને ૯૪-ધારી-બગસરા-ખાંભા વિધાનસભા મત વિસ્તારમાંથી ૫૬૬, ૯૫-અમરેલી-વડિયા-કુંકાવાવ વિધાનસભા મત વિસ્તારમાંથી ૪૨૬, ૯૬-લાઠી-બાબરા વિધાનસભા મત વિસ્તારમાંથી ૪૭૩, ૯૭-સાવરકુંડલા-લીલીયા વિધાનસભા મત વિસ્તારમાંથી ૫૩૩, ૯૮-રાજુલા-જાફરાબાદ વિધાનસભા મત વિસ્તારમાંથી ૬૫૪, ૯૯-મહુવા વિધાનસભા મત વિસ્તારમાંથી ૬૨૫, ૧૦૧-ગારિયાધાર વિધાનસભા મત વિસ્તારમાંથી ૪૫૬, પોસ્ટલ મતદાનમાં ૪૪ અને કુલ ૩,૭૭૭ મત મળ્યા હતા.

       અપક્ષ ઉમેદવાર શ્રી ભાવેશભાઈ જયંતિભાઇ રાંકને ૯૪-ધારી-બગસરા-ખાંભા વિધાનસભા મત વિસ્તારમાંથી ૪૨૦, ૯૫- અમરેલી-વડિયા-કુંકાવાવ વિધાનસભા મત વિસ્તારમાંથી ૪૫૧, ૯૬-લાઠી-બાબરા વિધાનસભા મત વિસ્તારમાંથી ૩૮૪, ૯૭-સાવરકુંડલા-લીલીયા વિધાનસભા મત વિસ્તારમાંથી ૪૯૯, ૯૮-રાજુલા-જાફરાબાદ વિધાનસભા મત વિસ્તારમાંથી ૭૨૭, ૯૯-મહુવા વિધાનસભા મત વિસ્તારમાંથી ૬૭૦, ૧૦૧-ગારિયાધાર વિધાનસભા મત વિસ્તારમાંથી ૫૧૨, પોસ્ટલ મતદાનમાં ૦૮ અને કુલ ૩,૬૭૧ મત મળ્યા હતા.

    સમગ્ર મત ગણતરી પ્રક્રિયાના અંતે ૮,૭૭,૦૯૪ મત મળ્યા હતા. NOTA ના વિકલ્પ પર ૧૧,૩૪૯ મત નોંધાયા હતા. પોસ્ટલ બેલેટથી ૫,૭૨૧ મતદાન થયું હતું તે પૈકી પોસ્ટલ બેલેટમાં ૨૨૪ મત NOTA ના વિકલ્પ પર નોંધાયા હતા, પોસ્ટલ બેલેટના ૬૬૮ મત ગેરમાન્ય ઠર્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/