fbpx
અમરેલી

ચુંટણીની આચાર સંહિતા પૂર્ણ થતા જ ધારાસભ્ય મહેશભાઇ કસવાલા આવ્યા વિકાસ કાર્યોના મુડમા

સાવરકુંડલામાં લોકપ્રીય ધારાસભ્યશ્રી મહેશભાઇ કસવાલા દ્વારા રૂા.૨૫ કરોડ જેવી માતબર રકમ સાથે મંજુર કરવામાં આવેલ સુએજ ટ્રીટ મેન્ટ પ્લાન અમરેલી રોડ ઉપર આકાર પામી રહયુ છે જે અગાઉ કેટલાક અખબારી અહેવાલો દ્વારા ધારાસભ્યશ્રી કસવાલાને જાણવા મળ્યા મુજબ સાવરકુંડલામાં ચાલતા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP)ના કામમાં ગુણવત્તાનો મુદ્દો શ્રી કસવાલાના ઘ્યાન પર આવ્યો હતો. ત્યારે ધારાસભ્ય તરીકે ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ કોર્પોરેશન (GUDC)ના અધીકારીશ્રીઓને સુચના આપી સ્થળ તપાસ કરવા પણ જણાવાયુ હતુ. આજે ચુંટણીની આચાર સંહીતા પુરી થતા જ મહેશ કસવાલા આ
કામની સાઇટ ઉપર રૂબરૂ ગયા હતા અને ઉપસ્થિત તમામ GUDCના અધિકારીઓ અને ટેકનીકલ સ્ટાફ સાથે સારી ગુણવત્તાનું કામ થાય તે મુદ્દે ચર્ચા કરી હતી અને કડક સુચનાઓ આપી હતી.

સાથો સાથ સાવરકુંડલા એસ.ટી બસ સ્ટેશન ઉપર ચાલતા વર્કશોપના બાંધકામની સાઇટની મુલાકાત પણ લીધી હતી, સાઇટ ઉપર હાજર કોઇ ટેકનીકલ માણસ ન હોવાની અને બાંધકામની ગુણવત્તા માટે કોન્ટ્રાકટર અને એસ.ટી નિગમના બાંધકામ શાખાના અધિકારી સાથે ટેલીફોનીક વાત કરી સ્થળ ઉપર
હાજર રહેવા બાંધકામને યોગ્ય પાણીનો છંટકાવ કરવા બાંધકામ ફીનીશીંગ અને ગુણવતા યુકત રો મટીરીયલ વાપરવા કડક સુચના આપી હતી તેમ ”અટલધારા” કાર્યાલય ઇન્ચાર્જ જે.પી.હિરપરાની અખબારી યાદીમાં જણાવાયુ હતુ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/