fbpx
અમરેલી

સાવરકુંડલાને સુવર્ણ કુંડલા બનાવવાના અભિગમને સાર્થક સાબિત કરવા કમર કસતા કસવાળા

સાવરકુંડલાને સુવર્ણ કુંડલા બનાવવાના ધ્યેય સાથે દિવસ રાત સતત કાર્યશીલ રહેતા ધારાસભ્ય મહેશ કસવાળાની રજૂઆત અન્વયે સરકારશ્રી દ્વારા સ્વચ્છતા મિશન અંતર્ગત ભીનો સુકો કચરા ઘર ઘર સુધી પાલિકા ની ઘંટા ગાડી ભરી જાય તે માટે 7 ઘંટા ગાડી અને 1 જે.સી.બી.નું લોકાર્પણ ધારાસભ્યના વરદહસ્તે નાવલી નદીના ત્રિકોણ સર્કલ ખાતે રાખવામાં આવેલ હતું જેમાં પાલિકાના સતાધીશો, ચૂંટાયેલા સદસ્યો સહિત પ્રબુદ્ધ શહેરીજનો ની વિશેષ ઉપસ્થિતી વચ્ચે ધારાસભ્ય મહેશ કસવાળાએ પાલિકાના નવા વાહનોને લીલી ઝંડી આપીને શહેરની સુખાકારી માટે અર્પણ કરવામાં આવ્યા હતા. લોકાર્પણ કાર્યક્રમ વખતે ધારાસભ્ય કસવાળાએ લોકસભાની ચૂંટણીમાં સાવરકુંડલા લીલીયાના મતદાતાઓનો સહ્રદય આભાર વ્યક્ત કર્યો હતો

ધારાસભ્ય મહેશ કસવાળા 2022 ની વિધાનસભા ચૂંટણીમાં 3700 મતે વિજેતા થયા તો સાવરકુંડલા લીલીયાની જનતા જનાર્દને 37હજારની લીડ સાથે લોકસભા બેઠકમાં અપાવી તેનો ઋણ કાયમી અંકિત રહેવાનું ધારાસભ્ય કસવાળાએ જણાવ્યું હતું જ્યારે એન.ડી.એ.ની સ્પષ્ટ બહુમતી સાથેની સરકાર માં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વાર શપથ ગ્રહણ કરી રહ્યા હોય ત્યારે ચંદ્રબાબુ નાયડુ ને નીતીશ કુમાર આડા હાલશે તેવી કોંગ્રેસી કાર્યકર્તાઓની વ્હેતી ચર્ચાઓ પર માર્મિક ટકોર ધારાસભ્ય કસવાળાએ કરીને કોંગ્રેસને ટોણો માર્યો હતો જ્યારે હંમેશા વિકાસના કામો પ્રત્યે સંવેદનશીલતા સાથે સાવરકુંડલા ને 5 વર્ષમાં એક નવું સુવર્ણ કુંડલા સ્થાપિત કરવા સાથે નાવલી નદી પર રિવરફ્રન્ટ એક અમરેલી જિલ્લામાં નવી ઓળખ ઊભી થવાના દિવસો દૂર નથી તેવું પણ ધારાસભ્ય કસવાળાએ જણાવ્યું હતું

ને આ પાલિકાના વાહન લોકાર્પણ કાર્યક્ર્મ પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શરદભાઈ પંડયા, શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઈ વેકરીયા, નગરપાલીકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતિકભાઈ નાકરાણી, તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ કાછડીયા, તાલુકા પંચાયત સદસ્ય મનુભાઈ ડાવરા, શહેર ભાજપ મહામંત્રીશ્રીઓ રાજેશભાઈ નાગ્રેચા, વિજયસિંહ વાધેલા, સેનિટેશન ચેરમેન મેઘાબેન હેમાંગભાઈ ગઢીયા, નગરપાલિકા ચીફ ઓફિસર એચ.પી.બોરડ, નગરપાલિકા હોદ્દેદારશ્રીઓ, ચેરમેનશ્રીઓ સદસ્યશ્રીઓ, જિલ્લા હોદ્દેદારશ્રીઓ, શહેર હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા તેમ સાવરકુંડલા નગરપાલિકા ની અખબારી યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/