fbpx
અમરેલી

સાવરકુંડલામાં સ્વચ્છતા મિશન અંતર્ગત ૯૦ લાખના વાહનોનું કરાયું લોકાર્પણ

સાવરકુંડલા ને સુવર્ણ કુંડલા બનાવવાના ધ્યેય સાથે દિવસ રાત સતત કાર્યશીલ રહેતા ધારાસભ્ય મહેશ કસવાલા ની રજૂઆત અન્વયે સરકાર દ્વારા સ્વચ્છતા મિશન અંતર્ગત ભીનો સૂકો કચરા ઘર ઘર સુધી પાલિકા ની ઘંટા ગાડી ભરી જાય તે માટે ૭ ઘંટા ગાડી અને ૧ જે.સી.બી.નું લોકાર્પણ ધારાસભ્ય ના વરદ હસ્તે નાવલી નદીના ત્રિકોણ સર્કલ ખાતે રાખવામાં આવેલ હતું.

જેમાં પાલિકાના સતાધીશો, ચૂંટાયેલા સદસ્યો સહિત પ્રબુદ્ધ શહેરીજનો ની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ધારાસભ્ય મહેશ કસવાલા પાલિકાના નવા વાહનો ને લીલી ઝંડી આપીને શહેરની સુખાકારી માટે અર્પણ કરવામાં આવ્યા હતા. લોકાર્પણ કાર્યક્રમ વખતે ધારાસભ્ય  કસવાલા એ લોકસભાની ચૂંટણીમાં સાવરકુંડલા લીલીયા ના મતદાતાઓનો સહ્રદય આભાર વ્યક્ત કરેલ હતો.

નવા ચૂંટાયેલા સાંસદ ભરતભાઈ સુતરીયા એ નગરપાલિકાના શાસકોને દિલ્હીથી કોલ કરી બિરદાવ્યા હતા. સાવરકુંડલા સ્વચ્છ સાવરકુંડલા બને તેવો અભિગમ સાકાર કરવાના ધ્યેયથી પાલિકા કાર્ય કરે છે. પ્રજાહિતના કાર્યો કરતી પાલિકાની ટીમને ધારાસભ્ય મહેશભાઇ કસવાલા એ અભિનંદન પાઠવ્યા હતા.

ધારાસભ્ય મહેશ કસવાળા ૨૦૨૨ ની વિધાનસભા ચૂંટણીમાં ૩૭૦૦ મતે વિજેતા થયા તો સાવરકુંડલા લીલીયાની જનતા જનાર્દને ૩૭ હજારની લીડ સાથે લોકસભા બેઠકમાં અપાવી તેનો ઋણ કાયમી અંકિત રહેવાનું ધારાસભ્ય  કસવાલા એ જણાવ્યું હતું અને હંમેશા વિકાસના કામો પ્રત્યે સંવેદનશીલતા સાથે સાવરકુંડલા ને પાંચ વર્ષમાં એક નવું સુવર્ણ કુંડલા સ્થાપિત કરવા નાવલી નદી પર રિવરફ્રન્ટ સાથે અમરેલી જિલ્લામાં એક નવી ઓળખ ઊભી થવાના દિવસો દૂર નથી તેવું પણ ધારાસભ્ય  કસવાલા એ જણાવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/