fbpx
અમરેલી

ગામના સક્રિય સરપંચશ્રી હિતેશ ખાત્રાણીને તેમની સારી કામગીરી બદલ ધારાસભ્યશ્રી કસવાલાએ બિરદાવ્યા

સાવરકુંડલા / લીલીયા વિસ્તારનાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ચુંટાયા બાદ સરકારશ્રી માંથી માતબાર રકમો સાથે અનેકો વિકાસના કામો લાવી રહયા છે અને તેનુ પરીણામ સાવરકુંડલા – લીલીયાની જનતા જોઇ રહી છે ત્યારે મેરીયાણા ગામે વિવિધ વિકાસના કામોના ખાતમુહુર્ત કરવા પહોચ્યા હતા. જેમાં મેરીયાણા સરપંચ, જીલ્લા પંચાયતના ચેરમેનશ્રીઓ. તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, ભાજપના આગેવાનો અને ગ્રામ પંચાયત સદસ્યો તથા ગ્રામજનોની હાજરીમાં રૂા. ૮૬ લાખના ખર્ચે પ્રાથમિક શાળા તથા રૂા.૩ લાખના ખર્ચે બાપાસીતારામનો પુલ અને રૂા.૩ લાખના ખર્ચે સ્મશાન શેડનું ખાતમુહુર્ત કરયુ હતુ. મેરીયાણા ગામની બહેનો દ્વારા ધારાસભ્ય કસવાલાને સાલ ઓઢાડી પૂષ્પ ગુચ્છથી નમ્રતા પૂર્વક સન્માન કર્યુ હતુ તેમજ ગામના લોકોએ ખુબજ હર્ષોઉલ્લાસથી ધારાસભ્યની કામગીરીને વધાવ્યા હતા આ સાથે ધારાસભ્યશ્રી કસવાલાએ પોતાના પ્રવચનમાં જણાવ્યુ હતુ કે આ કામોથી ગ્રામજનોની અભિવૃધ્ધીમાં વધારો થશે અને આવનારા સમયમાં પણ હજુ ઘટતુ ગ્રાન્ટ આપવા માટે વિશ્વાસ વ્યકત કર્યો હતો આ સાથે ગામના સક્રિય સરપંચશ્રી હિતેશ ખાત્રાણીની પ્રામાણીક કામગીરીને બિરદાવી હતી. આ સમગ્ર આયોજનમાં શિક્ષણ સમિતીના ચેરમેનશ્રી ભીખાભાઇ ધોરાજીયા, સિંચાઇ સમિતીના ચેરમેનશ્રી લાલભાઈ મોર, જીલ્લા પંચાયત સદસ્યશ્રી લાલભાઇ મોર, તાલુકા ભાજપ પ્રમુખશ્રી જીવનલાલ વેકરીયા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી જીતુભાઇ કાછડીયા, તાલુકા ભાજપા મહામંત્રીશ્રી ચેતનભાઇ માલાણી, ગામના ઉપસરપંચશ્રી દીલુભાઈ ધાધલ, પ્રાથમિક શાળાના આચાર્યશ્રી ગુણવંતભાઇ વાળા અને મેરીયાણા ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા તેમ “અટલધારા” કાર્યાલય ઇન્ચાર્જ શ્રી જે.પી.હિરપરાની અખબારી યાદીમાં જણાવાયુ હતુ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/