fbpx
અમરેલી

લાઠી તાલુકાના વિવિધ મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલક,રસોઇયા, મદદનીશની જગ્યાઓ માટે તા.૧૮ જૂન સુધીમાં અરજી કરવી

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલક,રસોઈયા, મદદનીશની આવશ્યકતા છે. આ જગ્યા માટે જરૂરી આધાર પુરાવા સાથે તા.૧૮ જૂન,૨૦૨૪ બપોરના ૩ વાગ્યા સુધીમાં લાઠી તાલુકા મામલતદાર કચેરીની મધ્યાહન ભોજન યોજના શાખા ખાતે અરજી કરવાની રહેશે. અરજી ફોર્મ મામલતદાર કચેરી, લાઠી ખાતેથી નિયત ફી ભરીને કચેરી સમય દરમિયાન મળી શકશે. સંચાલકની જગ્યા કાંચરડી પ્રાથમિક શાળા, કૃષ્ણગઢ પ્રાથમિક શાળા, દુધાળા લાઠી પ્રાથમિક શાળા, પ્રતાપગઢ પ્રાથમિક શાળા, માલવીયા પિપરીયા પ્રાથમિક શાળા, મેમદા પ્રાથમિક શાળા, હજીરાધાર પ્રાથમિક શાળા, લાઠી તાલુકા પે.સે.પ્રાથમિક શાળા કેન્દ્રો પર છે. રસોયાની જગ્યા ધામેલપરા પ્રાથમિક શાળા, દુધાળા લાઠી પ્રાથમિક શાળા, પ્રતાપગઢ પ્રાથમિક શાળા, ભટ્ટવદર પ્રાથમિક શાળા, રાભડા પ્રાથમિક શાળા, લુવારીયા નવી પ્રાથમિક શાળા, હીરાણા પ્રાથમિક શાળા કેન્દ્રો પર છે. મદદનીશની જગ્યા આંબરડી પ્રાથમિક શાળા, છભાડીયા પ્રાથમિક શાળા, દુધાળા લાઠી પ્રાથમિક શાળા, ધામેલ પ્રાથમિક શાળા, મેથળી પ્રાથમિક શાળા, લાઠી કન્યા પ્રાથમિક શાળા, લુવારીયા નવી પ્રાથમિક શાળા, હજીરાધાર પ્રાથમિક શાળા કેન્દ્રો પર છે. ઓછામાં ઓછી ધો.૧૦ પાસની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય અને જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખે ઓછામાં ઓછી ૨૦ થી ૬૦ વર્ષની વચ્ચેની ઉંમર ધરાવનારા ઉમેદવારોએ આધાર પુરાવા સાથે જરુરી વિગતો ભરીને અરજી કરવાની રહેશે.  આ જગ્યાઓ માટે સરકારના નિયમ મુજબ નિયત માનદ વેતન આપવામાં આવશે. નિયમ અનુસારના અરજી ફોર્મમાં દર્શાવ્યા મુજબની લાયકાત, વયમર્યાદા, તથા સરકાર દ્વારા ઠરાવેલ ધારા ધોરણો ધરાવતા ઉમેદવારોને જ રૂબરુ મુલાકાત માટે બોલાવવામાં આવશે. ઉમેદવારને રૂબરુ મુલાકાત માટે જે સમયે અને સ્થળે બોલાવવામાં આવે તે સમયે અને સ્થળે પોતાના ખર્ચે હાજર થવાનું રહેશે તેમ  લાઠી તાલુકા મામલતદારશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/