fbpx
અમરેલી

જિલ્લાના ખેડુતો અને ખેતિના વિકાસ માટે કૃષિ અધિકારીઓ સાથે દિલીપ સંઘાણીની બેઠક

અમરેલી જિલ્લામાં નાના ખેડુતો અને ખેતિના વિકાસ માટે કામ થશે :- શ્રી સંઘાણ અમર ડેરીના ચેરમેનશ્રી અશ્વિનભાઈ સાવલીયા, પ્રદેશ કિશાન મોરચાના મહામંત્રીશ્રી હિરેનભાઈ હિરપરા, જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખશ્રી જયંતીભાઈ પાનસુરીયાની વિશેષ ઉપસ્થિતી જિલ્લા ખેતિવાડી અધિકારી, નાયબ ખેતિ નિયામક, જિલ્લા બાગાયત અધિકારી સહિત અધિકારીઓ અને ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહયા. કૃષિ આધારિત અમરેલી જિલ્લાના ખેડુતો અને ખેતિના વિકાસમાં આમુલ પરિવર્તન અને ખેત ઉત્પાદન માટે વિવિધ પ્રયોગાત્મક અભિગમ આધારિત જિલ્લાના ગામડાઓ અમરેલી, ગુજરાત અને હિન્દુસ્તાન નો આત્મા છે. ખેતિ અને ખેડુતોના સર્વાગી વિકાસ અને યુવા પેઢી બેરોજગારીમાં પિસાય તેના કરતા બાપ દાદાની જમીનમાં આધુનિક ખેત પધ્ધતી કરતો થાય તે માટે અમરેલી જિલ્લામાંથી કૃષિ અને ગ્રામીણ વિકાસ પરિષદના માધ્યમથી કામગીરી થશે તેમ ઈફકોના ચેરમેનશ્રી દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યુ હતુ.

અમરેલી જિલ્લામાં ટુંકી જમીન ધરાવતા અને નાના ખેડુત આજે પોતાની જાતે ખેતિ કરે છે. આવા નાના ખેડુતોને ખેતિમાં નિયમીત આવક થાય તે માટે જિલ્લાના હવામાન પિયત વ્યવસ્થા અને જમીનની સ્થિતી પ્રમાણે અલગ અલગ વાવેતરમાં પ્રોત્સાહન, માર્ગદર્શન, પ્રોસેસીંગ અને ખરીદી જેવી બાબતોમાં માર્ગદર્શન આપી વાવેતરથી ખરીદી સુધીનું નાના ખેડુતોને માર્કેટ અને પુરતા ભાવો મળે એ દિશામાં આગામી સમયમાં કામ કરવામાં આવશે. નાના ખેડતો ખેતિને ઉદ્યોગના દરજજો વૈજ્ઞાનિક અભિગમ સાથે આપે તેવી મદદ કરાશે.

ઈફકોના ચેરમેનશ્રી દિલીપભાઈ સંઘાણીના અધ્યક્ષ સ્થાને મળેલ બેઠકમાં અમર ડેરીના ચેરમેનશ્રી અશ્વિનભાઈ સાવલીયા, પ્રદેશ કિશાન મોરચાના મહામંત્રીશ્રી હિરેનભાઈ હિરપરા, જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખશ્રી જયંતીભાઈ પાનસુરીયા, જિલ્લા ખેતિવાડી અધિકારીશ્રી જે.કે. કાનાણી, નાયબ ખેતિ નિયામકશ્રી બી.એચ.પીપળીયા, જિલ્લા બાગાયત અધિકારીશ્રી જે.ડી.વાળા સહિત લોકોની ઉપસ્થિતીમાં ભાવિ આયોજન અને યોજના માટે બેઠક મળી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/