fbpx
અમરેલી

અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા બાબરા GIDC સ્થિત ખાનગી એકમમાં ગેસ લીકેજ મોકડ્રીલ કરવામાં આવી

 અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા બાબરા GIDC સ્થિત ખાનગી એકમમાં ગેસ લીકેજ મોકડ્રીલ કરવામાં આવી હતી. LPG સિલિન્ડર ફિલિંગ કરતાં સમયે વાલ્વ લીકેજના કારણે આગ લાગવાની દુર્ઘટના બની હતી, જે અન્વયે કંપનીના ફાયર સેફ્ટી સ્ટાફ દ્વારા રેસ્ક્યુ કરી આગ કાબુમાં લાવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ આગ કંટ્રોલમાં ન આવતા કંપની દ્વારા અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર (DEOC)ને કોલ કરી આ માટેની મદદ, જિલ્લા વહીવટી તંત્ર પાસેથી માંગવામાં આવી હતી. DEOC દ્વારા ફાયર વિભાગ, ૧૦૮ ઈમરજન્સી, પોલીસ સહિતની સંબંધિત કચેરીઓને જાણ કરી ઘટના સ્થળે રેસ્ક્યુ કરવા જણાવવામાં આવ્યું હતું. ઘટના સ્થળે સંબંધિત કચેરીઓએ પહોંચી આગને કાબુમાં લાવી હતી, ઘાયલ હોય તેવાઓને સારવાર અર્થે ૧૦૮ ઈમરજન્સીની મદદથી હોસ્પિટલે મોકલવામાં આવ્યા, તે સાથે કંપનીના ઓફિસર દ્વારા મોકડ્રીલ જાહેર કરવામાં આવી હતી. મોકડ્રીલમાં અમરેલી-વડીયા-કુંકાવવા પ્રાંત અધિકારીશ્રી, લાઠી-બાબરા પ્રાંત અધિકારીશ્રી, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપના મામલતદારશ્રી, જિલ્લા પ્રોજેકટ ઓફિસરશ્રી, નાયબ મામલતદાર, બાબરા તાલુકા પોલીસ ઈન્સ્પેકટરશ્રી, ફેક્ટરી ઇન્સ્પેકટર તેમજ વિવિધ કંપનીઓના ઓબ્ઝર્વર ઉપસ્થિત રહ્યા હતા, તેમ અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર (DEOC) જિલ્લા પ્રોજેકટ ઓફિસરશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/