fbpx
અમરેલી

સાવરકુંડલા ખાતે ફિલ્મ “મહારાજ” પર પ્રતિબંધ મૂકવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું

તાજેતરના ઓનલાઇન પ્લેટફોર્મ પર ફિલ્મ ‘મહારાજ’  રિલીઝ થતુ હોઈ આ ફિલ્મના લેખક, પ્રોડ્યુસર, ડાયરેક્ટર, કલાકાર, ડીસ્ટ્રીબ્યુટર તથા આ ફિલ્મના સહભાગીઓ દ્વારા ઉપરોક્ત ફિલ્મમાં ધાર્મિક બાબતો ને દુષિત રીતે રજુ કરીને અને ધર્મને (પુષ્ટિમાર્ગ સંપ્રદાય) ને માનતા લોકો તેમજ સનાતન હિન્દુ ધર્મના લોકોની ધાર્મિક લાગણી દુભાય ને ઠેસ પહોંચે તેવી રીતે વિકૃત રીતે રજૂ કરવામાં આવેલ છે. અને તેથી સમાજમાં ધાર્મિક મુદ્દે તણાવ ઊભો કરવાનો પ્રયાસ કરવામાં આવેલ છે તેમજ લોકોની ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ છે.


મહારાજા પિક્ચર માં વૈષ્ણવ સંપ્રદાય તથા વૈષ્ણવ સંપ્રદાયના સ્થાપક શ્રી મહાપ્રભુજી અભદ્ર રીતે દર્શાવી વૈષ્ણવ ધર્મ વિરુદ્ધ અશ્લીલ ભાષાનો ઉપયોગ પિક્ચરમાં કરી કરોડો વૈષ્ણવો તથા ગુરુ સમાન શ્રી મહાપ્રભુજી ના વંશજ ની હૃદય ની લાગણીઓ દુભાવી છે.  સમગ્ર પિક્ચર નું ચિત્રાંકન જ વિકૃત હોઈ આ ફિલ્મ પર પ્રતિબંધ જરૂરી છે, અને  સંપ્રદાય-ધર્મની લાગણી વિરૂધ્ધ હોઈ  આ ફિલ્મ પર દરેક જગ્યાએ સદંતર પ્રતિબંધ રહે અને રિલીઝ ન થાય તેવી ઉગ્ર માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્ર આપવા માટે શ્રી ગોવર્ધન નાથજી હવેલી ના એ.ડી. રૂપારેલ, મે.ટ્રસ્ટી મયૂરભાઈ સાગર ,પરેશભાઈ, જગુભાઈ, અષ્ટકાંતભાઈ, સુરેશભાઈ, કિશોરભાઈ, રશ્મિન ભાઈ તથા ટ્રસ્ટી અને કારોબારી મંડળ, હિતેશભાઈ સરૈયા તથા શ્રી મહાપ્રભુજી બેઠકજી ના વિજયકુમાર વસાણી, રાજુભાઈ શીંગાળા ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/