fbpx
અમરેલી

બાગાયત વિભાગની સહાયતા અને માર્ગદર્શન દ્વારા સરગવો અને લીંબુની પ્રાકૃતિક ખેતી કરી સાવરકુંડલાના વંડા ગામના ખેડૂત જગદીશભાઈ તળાવિયા બન્યા આત્મનિર્ભ

રાજ્યને આગામી પાંચ વર્ષમાં ૧૦૦ ટકા પ્રાકૃતિક ગુજરાત બનાવવા રાજ્ય સરકાર દ્વારા મિશન મોડ પર પ્રયત્નો થઈ રહ્યા છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા પ્રાકૃતિક ખેતી અપવાનાવા માટે ખેડૂતોને આહ્યન કરવામાં આવ્યું છે ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વંડા ગામના ખેડૂતશ્રી જગદીશભાઈ તળાવીયાની પ્રાકૃતિક ખેતીની સફળતા જાણવા જેવી છે.

    વંડા ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી. જગદીશભાઈ છેલ્લા છ વર્ષથી સરગવો અને લીંબુની પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેમણે બાગાયત વિભાગની સહાયતા અને માર્ગદર્શન દ્વારા મૂલ્યવર્ધન કરી પોતાની ઉપજમાંથી બમણી આવક મેળવવા માટે પ્રયાસ કર્યો છે. તેમણે સરગવાની ખેતીમાં બાગાયતની સબસીડીથી ગ્રેડીંગ અને પેકીંગ એકમની સ્થાપના કરી છે, જેના દ્વારા સરગવાના પાન, સીંગ અને ફૂલનો પાવડર બનાવી અને દેવમ ઓર્ગેનીક‘ નામથી બજારમાં વેચી રહ્યા છે. આ પાવડરના વેચાણ થકી તેમને સારી આવક થઈ રહી છે. ગ્રેડીંગ અને પેકીંગ એકમની સ્થાપના, પાણીના ટાંકાના નિર્માણ માટે સહાયતા અને લીંબુના છોડમાં બાગાયત વિભાગ દ્વારા અંદાજિત વિવિધ પ્રકારની રૂ. ૩.૫૦ લાખથી વધુની સહાયતા મળી છે.

     શ્રી.જગદીશભાઈ તળાવીયા અંદાજિત ૨૫ વીધા જેટલી જમીનમાં સરગવો અને લીંબુ વાવી રહ્યા છે. તેઓ ટપક સિંચાઈ પદ્ધતિથી પાણીનો ઉપયોગ કરે છે જ્યારે બાગાયત વિભાગની સહાયતાથી તૈયાર કરેલા ૫૦,૦૦૦ લીટરની ક્ષમતાના પાણીના ટાંકામાં જીવામૃત સ્ટોરેજ કરી અને આખું વર્ષ ખેતીમાં તેનો છંટકાવ કરે છે. દેશી ગાયના છાણ અને ગૌમૂત્ર આધારિત ખેતી થકી તેમની જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદન બંને વધ્યું છે.

     આ અંગે તેમણે જણાવ્યું કે, છેલ્લા ૦૬ જેટલા વર્ષથી હું આ ખેતી કરી રહ્યો છું. પ્રાકૃતિક ખેતી કરવાની પ્રેરણા શ્રી.સુભાષ પાલેકરના વીડિયો દ્વારા મળી હતી. ત્યારબાદ લીંબુ અને સરગવાની ખેતી કરતા અનેક ખેડૂતોને મળી અને તેના વિશે જાણ્યું અને ત્યારબાદ પ્રાકૃતિક ખેતી અપનાવી હતી.

       તેમણે ઉમેર્યુ કે, સરગવાની ખેતી બાદ મૂલ્યવર્ધન દ્વારા મેં સફળતા મેળવી હતી. બાગાયત વિભાગની સહાયતાથી મશીનરી ખરીદી અને ગ્રેડીંગ અને પેકીંગ એકમની સ્થાપના કરી. જેમાં સરગવાના પાન, ફૂલ, સીંગ દળવાની શરૂઆત કરી. બાદમાં અન્ય ખેડૂતો પાસે પ્રાકૃતિક ખેતી આધારિત હળદર-મરચાની ખેતી શરૂ કરાવી અને હળદર-મરચુ દળીને વેચવાની શરૂઆત કરી. આમ મારી પ્રોડક્ટ રાજ્યના વિવિધ શહેરો, અન્ય રાજ્યો અને વિદેશ સુધી વેપારીઓ મારફત પહોંચી ગઈ છે. હું ખેડૂતોને અપીલ કરું છું કે પ્રાકૃતિક ખેતી ખર્ચ વગરની છે તેને અપનાવો. આ ખેતી થકી મારી જમીન ફળદ્રુપ બની છે અને ઉત્પાદન વધ્યું છે. આ ખેતી દ્વારા મને એક વીઘામાં આશરે રૂ. ૧.૦૦ લાખ સુધીની આવક થઈ રહી છે.

   શ્રી. જગદીશભાઈ જીવામૃત તૈયાર કરવા માટે ગાયનું છાણ, ગૌમૂત્ર, લીમડા, આંકડાના પાન, ચાની ભુકીનો ઉપયોગ કરે છે તેમજ વિશિષ્ટ પ્રકારના બેક્ટેરીયા આ મિશ્રણ સાથે ભેળવી અને આખા વર્ષમાં ઉપયોગ થઈ શકે તેટલો સ્ટોક એક સાથે વિશાળ ટાંકામાં ભરી રાખે છે.

       નાયબ બાગાયત નિયામકશ્રી અમરેલી, જે.ડી. વાળાએ જણાવ્યું કે, વંડાના ખેડૂત જગદીશભાઈ પંચસ્તરીય બગીચો તૈયાર કરી લીંબુ અને સરગવાની બાગાયતી પ્રાકૃતિક ખેતી કરી છે. તેમને યુનિટ ઉભું કરવા માટે અંદાજિત રૂ. ૨.૦૦ લાખ, મશીનરી માટે અંદાજિત રૂ. ૧.૦૦ લાખ, પાણીના ટાંકા માટે રૂ. ૫૦ હજાર, લીંબુના છોડના વાવેતર માટે અંદાજિત રૂ. ૨૦ હજાર અને શાકભાજીના વાવેતરની અંદાજિત રૂ. ૧૨,૫૦૦ જેટલી સહાયતા મળી છે. બાગાયત વિભાગના માર્ગદર્શન દ્વારા તેમણે મૂલ્યવર્ધન કરી અને પ્રોસેસીંગ યુનિટ દ્વારા આવકનો સ્રોત મજબૂત કર્યો છે. ખેડૂતો આ પ્રકારે પોતાની ઉપજનું મૂલ્ય વર્ધન કરી બાગાયત વિભાગના માર્ગદર્શન તેમજ સહાયતા દ્વારા પ્રાકૃતિક ખેતી દ્વારા પણ સફળતા મેળવી શકે છે.

    અમરેલી જિલ્લો ખેતી અને બાગાયત ક્ષેત્રમાં આગવી ઓળખ ધરાવે છે ત્યારે પ્રગતિશીલ ખેડૂત શ્રી. જગદીશભાઈ પ્રવાહથી અલગ જઈને સરગવા જેવા શાકભાજીની ખેતીમાંથી આવકનો સ્રોત મેળવવાનો નવો ચીલો ચાતર્યો છે. 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/