fbpx
અમરેલી

ખેતરના ફરતે તાર ફેન્સીંગ યોજના: અમરેલી જિલ્લાના લાભાર્થી ખેડૂતોએ સમયમર્યાદામાં સહાય દરખાસ્ત રજૂ કરવી

અમરેલી જિલ્લાના જે ખેડૂતોને ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે પૂર્વ મંજૂરી મળી છે તે ખેડૂતોએ સહાય મેળવવા માટે સમયમર્યાદામાં સહાય દરખાસ્ત રજૂ કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

ખેતીવાડી ખાતાની ખેડૂતલક્ષી યોજના પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવાની સહાયની યોજનામાં ખેડૂતો દ્વારા કરવામાં આવેલ અરજીઓ અન્વયે તાર ફેન્સીંગ બનાવવા માટે આપવામાં આવેલ પૂર્વ મંજૂરીના અનુસંધાને સરકારશ્રીના ઠરાવની જોગવાઈઓ મુજબ પૂર્વ મંજૂરીમાં આપેલ સમય મર્યાદા પૂર્ણ થવામાં હોય, જે ખેડૂતોએ સરકારશ્રીના ઠરાવ અનુસાર ફેન્સીંગ બનાવવાની કામગીરી પૂર્ણ કરેલ હોય, તેમણે તાર ફેન્સીંગ, એંગલ, થાંભલા વગેરે વસ્તુના ખરીદીના પાકા બિલ, મજુરીના વાઉચર તેમજ અન્ય જરૂરી સાધનિક કાગળો સાથેની સહાય દરખાસ્ત તાત્કાલિક સંબંધિત ગામ- તાલુકાના ગ્રામસેવક અથવા વિસ્તરણ અધિકારી- ખેતીને તાત્કાલિક રજૂ કરવા જણાવવામાં આવે છે.

અરજદાર દ્વારા સમય મર્યાદામાં સહાય દરખાસ્ત રજૂ કરવામાં નહીં આવે તો ખેડૂતો આ યોજનાનો લાભ લેવા માંગતા નથી તેવું માનીને આ પૂર્વ મંજૂરી આપોઆપ રદ -દફતરે થયેલ ગણાશે, તેમ અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યુ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/