fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકાના વિજયાનગર ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ યોજાયો.

સાવરકુંડલા તાલુકાના વિજયાનગર ગામ ખાતે વિજયાનગર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ વિજયાનગર ગામના સરપંચ ઘનશ્યામભાઈ બલર ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો વિજયાનગર ગામ ખાતે બાલવાટિકા અને ધોરણ એકમાં પ્રવેશપાત્ર બાળકો ને ઉત્સાહભેર શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો તેમજ શાળા પ્રવેશોત્સવમાં પ્રવેશપાત્ર ભૂલકાઓને ગણવેશ સહિત શૈક્ષણિક કિટનું વિતરણ ઈ.તાલુકા વિકાસ અધિકારી જીજ્ઞેશભાઈ વાઘાણી ના હસ્તે કરવામાં આવ્યું હતું સૌ ભણે ગણે અને આગળ વધે તથા સૌને શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહન મળે તેવા ઉમદા આશય સાથે સરકાર દ્વારા વર્ષ 2003થી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો શાળાકીય શિક્ષણમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓ સાથે શાળામાં રોકડ રકમ દાન કરનાર દાતાશ્રીઓનું શિલ્ડ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું વીજયાનગર ગામની પ્રાથમિક શાળામાં ભૂલકાંઓને હર્ષભેર આવકાર આપવામાં આવ્યો હતો બાલવાટિકામાં પા પા પગલી માંડતા ભૂલકાઓને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/