fbpx
અમરેલી

શ્રીમતી એસ.એચ.ગજેરા કેમ્પસ સંચાલિત જ્ઞાનશકિત સ્કૂલના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ નું ભવ્ય આયોજન યોજાયું

અમરેલી,શ્રીમતી એસ.એચ. ગજેરા કેમ્પસમાં જ્ઞાનશકિત રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એકસીલન્સના વિદ્યાર્થીઓનું કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪નું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું. સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ વિદ્યાર્થીઓનું હર્ષોલ્લાસ સાથે શાળામાં પ્રવેશ કરાવી સ્વાગત કરવામાં આવ્યું,જેમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી,પી.બી.પંડયા સાહેબ-IAS તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી તુષારભાઈ જોષી,વાઈસ ચેરમેનશ્રી ગોલ સાહેબ, સાસના અધિકારીશ્રી આશિષભાઈ મહેતા, CRC અશ્વિનભાઈ ચાવડા અને રજીનીભાઈ સોલંકી ઉપસ્થિત રહયા હતા તેમજ સંસ્થામાંથી મંત્રીશ્રી,ચતુત્રભાઈ ખુંટ,કેમ્પસ ડાયરેકટરશ્રી, વસંતભાઈ પેથાણી, જ્ઞાનશકિત સ્કૂલ તેમજ પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના પ્રિન્સિપાલ અને સુપરવાઈઝરશ્રી હાજર રહયા હતા.

મહેમાનશ્રીઓનું શાળા બેન્ડ ટીમ દ્વારા સ્વાગત કરવામાં આવ્ય હતું.શાળાના બાળકો દ્વારા કુમકુમ તિલક કરી મહેમાનોને આવકારવામાં આવ્યા હતા.માન.શ્રી DDO પંડયા સાહેબ દ્વારા અમરેલીનું ગૌરવ સમાન આ સંસ્થામાં જ્ઞાનશકિત યોજના અંતર્ગત પસંદગી પામેલ વિદ્યાર્થીઓનું અભિનંદન આપતા જણાવ્યું હતું કે જીવનમાં ધ્યેય નિર્ધારીત કરી ઉજજવળ કારકીદી બનાવવા અત્યારથી જ અભ્યાસમાં-રમત ગમતમાં કે કોઈ પણ કાર્યમાં ગંભીરતા પૂર્વક કાળજી લેવી જોઈએ તેમજ તુષારભાઈ જોષી દ્વારા અમરેલીમાં વસંતભાઈ ગજેરા દ્વારા સંસ્થામાં મળતી સુવિધાઓ થકી વિદ્યાર્થીઓના ઉજજવળ ભવિષ્ય ઘડતર અંગેની વાત કરતા જણાવ્યું હતું કે આ સંસ્થામાં સ્પોર્ટ્સ,સાહિત્ય, સાંસકૃતિક તેમજ અત્યાધુનિક ટેકનોલાજી સાથેનો અભ્યાસ આપવામાં આવી રહ્યો છે તે ખરેખર વિદ્યાર્થીઓ માટે આશિવાદ સમાન છે. સાસના અધિકારીશ્રી આશિષભાઈદ્વારા તમામ વિદ્યાર્થીઓને પ્રવેશોત્સવની શુભકામના પાઠવવામાં આવેલ.જ્ઞાનશક્તિ સ્કૂલના પરીક્ષા રેન્કર તેમજ અન્ય સ્પર્ધાઓના રેન્કરનું સન્માન કરવામાં આવ્યું.

સંસ્થા વતી કેમ્પસ ડાયરેકટરશ્રીએ મહેમાનોના સ્વાગત સાથે સંસ્થાનો પરિચય આપતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને સ્પુપ્ત શક્તિઓને પુરતું પ્લેટફોમ મળે તે માટે તમામ રમતગમત તેમજ અન્ય એકટીવીટીઓ દ્વારા બાળકોના સવાંગી વિકાસ માટે સંસ્થાના પ્રમુખશ્રી,વસંતભાઈ ગજેરાના માર્ગદશનથી અમરેલીમાં બાળકોમાં ખુબ જ સારું પ્લેટફોમ મળી રહે છે,જે થકી આજે અમરેલી શહેરનું રાજય કક્ષાએ અને રાષ્ટ્રીયકક્ષાએ નામ ગુંજતું થયું છે. તેમજ તમામ વિદ્યાર્થીઓનું કન્યા કેળ વણી મહોત્સવ અને પ્રવેશોત્સવ-૨૦૨૪ની સંસ્થાના પ્રમુખશ્રી,વસંતભાઈ ગજેરા,મંત્રીશ્રી,મનસુખભાઈ ધાનાણી,મંત્રીશ્રી,ચત્રભાઈ ખંટ અને ટ્રસ્ટીઓ વતી સ્ટાફ-સ્ટુડન્ટસને ખુબ ખુબ શુભકાનાઓ પાઠવવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/