fbpx
અમરેલી

હિંસાથી પીડિત ૧,૩૯૩ મહિલાઓને અમરેલી સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા વિવિધ મદદ પૂરી પાડવામાં આવી

ભારત સરકાર પુરસ્કૃત, મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા સંચાલિત અમરેલી સખી વન સ્ટોપ સેન્ટર એ અમરેલી જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરીના માર્ગદર્શન તળે અમરેલી સિવિલ હોસ્પિટલ, પ્રથમ માળ, એઆરટી સેન્ટરની બાજુમાં (૦૨૭૯૨) ૨૨૬૧૭૮ onestopcenteramreli@gmail.com કાર્યરત છે.

હિંસાથી પીડિત મહિલાઓને કાનૂની, પોલીસ, તબીબી, હંગામી ધોરણે આશ્રય સહિતની વિવિધ મદદ ૨૪X૭ પૂરી પાડવામાં આવે છે. હિંસાથી પીડિત હોય તેવી કોઇપણ મહિલાને ૧૮૧ દ્વારા સેન્ટર પર મદદ પ્રાપ્ત થઇ શકે છે. હિંસાથી પીડિત ૧,૩૯૩ મહિલાઓને અમરેલી સખી વન સ્ટોપ સેન્ટરના માધ્યમથી વિવિધ પ્રકારની મદદ પહોંચાડવામાં આવી છે. 

કોઈપણ મહિલા શારીરિક, માનસિક, જાતીય, મનોવૈજ્ઞાનિક, ભાવનાત્મક કે ઘરેલું હિંસાનો ભોગ બની હોય કે તેમના સાથે કોઇપણ પ્રકારનું ગેરવર્તન થયું હોય, તેમનો અનૈતિક વ્યાપાર કરવામાં આવતો હોય તો તેવી તેવી મહિલાઓને મદદ મળી રહે તે માટે સખી વન સ્ટોપ સેન્ટર કાર્યરત છે, તેમ અમરેલી સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર વ્યવસ્થાપકશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/